હત્યારા ફેનિલની કરમકુંડળી, 21 વર્ષીય આ લબરમૂછિયો યુવાન એવા કામ કરતો હતો કે જાણીને તમને પણ નવાઈ લાગશે

Gujarat

સુરતમાં ધોળા દિવસે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીનું ગળું કાપી નાખતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. હત્યારા ફેનિલે યુવતીની માતા અને તેના ભાઈ સામે ગળું કાપીને હત્યા કરી નાખી. માસૂમની હત્યા કરીને હત્યારાએ પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

હત્યારા ફેનિલ ગોયાણીની આખી કરમ કુંડળી સામે આવી છે. ફેનિલ આજ કાલથી નહીં પરંતુ કોલેજ કાળથી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. ફેનિલ ગોયાણી કપલ બોક્સ કેફે ચલાવતો હતો. જેથી છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. ઉપરાંત તે હથિયારો લઈને કોલેજમાં દાદાગીરી પણ કરતો હતો.

હત્યારો ફેનિલ અમરોલી વિસ્તારમાં આવેલી આર વી પટેલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. જયારે યુવતી ગ્રીષ્મા પણ આજ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. યુવક કોલેજમાં જઈને રખડતો હતો. કોલેજના લેક્ચર અટેન્ડ ન કરવાને કારણે તેનું પરીક્ષાનું ફોર્મ પણ રદ કરી દેવામાં આવ્યુ હતું.

હત્યારો ફેનિલ બીકોમમાં અભ્યાસ કરી રહ્યો હતો. જયારે યુવતી પણ તે જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરી રહી છે. હત્યારો ફેનિલ માત્ર ગ્રીષ્માં સાથે જ નહીં પરંતુ અન્ય યુવતીઓ સાથે પણ ફ્લર્ટ કરતો હતો. તે મહિનામાં એક કે બે વાર જ કોલેજ જતો હતો અને તે હથિયાર પોતાની સાથે જ રાખતો હોવાનું સામે આવ્યુ છે.

હત્યારો ફેનિલ કોલેજ કેમ્પસમાં પણ હથિયારો લઈને રોફ જમાવવાનો પ્રયાસ કરતો હતો. તે કોલેજની કેટલીક છોકરીઓની છેડતી પણ કરતો હતો. ફેનિલના કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફેનિલ કેમ્પસમાં બેસીને લુખ્ખાગીરી કરતો હતો. ફેનિલ કોલેજમાં બેસીને છોકરીઓની છેડતી કેતો હતો.

હત્યારો ફેનિલ સેવન સ્ટાર નામનું કપલ બોલ્સ કેફે ચલાવતો હોવાનું સામે આવું છે. જે સુરતના કાપોદ્રા વિસ્તારના સ્કાયલાર્ક શોપિંગ સેન્ટરમાં હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત મોટા વરાછામાં પણ એક કાફે ચલાવતો હોવાની જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે. તે કેફેમાં ચાલતા કપલ બોક્સ કોલેજીયન યુવક યુવતીઓને ભાડે આપીને ચાર્જ વસૂલતો હતો.

ફેનિલ વિશે હજુ પણ તપાસ થઇ રહી છે. ફેનિલ ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનો બંધાણી હોવાનું પણ સામે આવ્યુ છે. ફેનિલ એક શહેરની એક સેવાકીય સંસ્થા જે શહીદો માટે કામ કરે છે તેની સાથે પણ જોડાયેલો હતો. તે સંસ્થાના નામે ખોટી રીતે ઉઘરાણીઓ પણ કરતો હતો તેવી જાણકારી મળી છે. તેથી આ કઈ સંસ્થા છે અને સંસ્થાના કયા વ્યક્તિ સાથે ફેનિલ જોડાયેલો હતો તે પણ તપાસનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published.