ફેનિલે પોલીસ સામે કર્યો મોટો ખુલાસો, ફેનિલ સાથે બનેલી આ ઘટના બાદ તેણે નક્કી કર્યું હતુ કે હવે તે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દેશે

Gujarat

સુરતમાં બનેલા ગ્રીષ્મા હત્યા કાંડના પડઘા ગુજરાત ભરમાં પડી રહ્યા છે. પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીની ભરબજારે મોટ૫ને ઘાટ ઉતારી નાખતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ગત 12 ફેબ્રુઆરીએ ફેનિલ ગોયાણી નામના યુવકે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપીને મોતને હવાલે કરી નાખી હતી.

ત્યારબાદ આરોપી ફેનિલે પણ પોતાના હાથની નસ કાપવાની કરવાની કોશિશ કરી હતી. જેથી ફેનિલને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ મંગળવારે આરોપી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

પોલીસે ફેનિલ પાસેથી આ ઘટના બાબતે વાત કઢાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યારા ફેનિલને પોતાનો બચાવ કરતા જણાવ્યું છે કે મારે અને ગ્રીષ્માને પ્રેમ સંબંધ હતો. ગ્રીષ્મા સાથે મારી મેસેજમાં વાત પણ થતી હતી. ઉપરાંત કેટલીકવાર અમારી મુલાકાત પણ થઇ હતી. ફેનિલના જણાવ્યા અનુસાર ગ્રીષ્મા પણ તેને પ્રેમ કરતી હતી.

ફેનિલ અને ગ્રીષ્માની ઓળખાણ ગ્રીષ્માના જ મિત્ર પવન કળથિયા થાકી થઇ હોવાનું સામે આવ્યું છે. પવન ફેનિલની બાઈક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ત્યારબાદ ફેનિલ અને ગ્રીષ્મા પરિચયમાં આવ્યા. જેથી ફેનિલ અને ગ્રીષ્માની મેસેજમાં વાતો થવા લાગી. બન્ને વચ્ચે મુલાકત પણ થતી હતી.

મળતી માહિતી અનુસરે 22 ડિસેમ્બરે ગ્રીષ્માનો જન્મદિવસ હતો. ત્યારે તે બન્ને કોલેજથી ફરવા પણ ગયા હતા. એકાદ વર્ષ પહેલા ગ્રીષ્માના ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ હતી. જેથી ગ્રીષ્માએ નવો ફોન લીધો હતો. પરંતુ જૂનો ફોન ગ્રીષ્માના મામાના હાથમાં આવતા તેમને બન્નેના સંબંધ અંગે જાણ થઇ હતી.

ત્યારબાદ ગ્રીષ્માના મામાએ ગ્રીષ્માને ફેનિલ સાથે વાત કરવાની ના પડી હતી. જેથી ગ્રીષ્માએ ફેનિલને મેસેજ કરીને આ વાત કરી હતી. અને ફેનિલને કહ્યું હતું કે હવે તું મને મેસેજ ના કરતો. હું સામેથી તને મેસેજ કરીશ. ત્યારબાદ ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલીની જે ઝેડ શાહ કોલેજ પાસે મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન ગ્રીષ્મા પણ હાજર હતી.

ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને કહ્યું હતું કે તું હવે ગ્રીષ્માને મેસેજ નહીં કરતો. નહીતો વારો પડી જશે. ત્યારે ફેનિલે તેમને કહ્યું હતું કે મારે અને ગ્રીષ્માને પ્રેમ સંબંધ છે. અમારા લગ્ન કરાવી આપો. ત્યારે ગ્રીષ્માના મામાએ કહ્યું કે, આ એવું કઈ નથી થવાનું. તું ગ્રીષ્માને ભૂલી જજે. પરંતુ છતાંપણ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે વાતચીત ચાલુ હતી.

ત્યારબાદ દિવાળીએ ગ્રીષ્માના મામાએ ફેનિલના મોટા પપ્પાના છોકરાને આ બાબતે વાત કરી હતી. ઉપરાંત ફેનિલ અને તેના મોટા પપ્પાના છોકરાને હીરાબાગ સર્કલે બોલાવ્યા હતા. ત્યારબાદ ફેનિલના ફોનમાંથી ગ્રીષ્માના ફોટા અને મેસેજ ડીલીટ કરી દીધા હતા અને ફેનિલને કહ્યું કે હવે ગ્રીષ્માને મેસેજ કરતો નહીં.

ફેનિલ ગ્રીષ્માને મેસેજ કરતો હતો. પરંતુ ગ્રીષ્માએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું. જેથી ફેનિલ ગ્રીષ્મા પાછળ ફરતો હતો. ત્યારબાદ ગ્રીષ્માએ ઘર કહ્યું હતું કે ફેનિલ મને હેરાન કરે છે. જેથી ગ્રીષ્માના મોટા પપ્પાએ ફેનિલને ઠપકો આપ્યો હતો અને ગ્રીષ્માને હેરાન ન કરતો એમ પણ કહ્યું હતું.

છતાંપણ ફેનિલ ગ્રીષ્માનો પીછો કરતો હતો. ત્યારબાદ એક દિવસ અચાનકથી પાંચ થી સાત લોકો ફોર વહીલર લઈને ફેનિલના ઘરે આવ્યા હતા. અને પૂછ્યું તું ફેનિલ છે. ફેનિલે કહ્યું હા તો તેને લાફો માર્યો હતો. ત્યારબાદ ફેનિલ પણ તેને સામે લાફો માર્યો. ત્યારબાદ આ લોકોએ ફેનિલના માતા પિતાને પણ માર્યા હતા. આ ઘટના બાદ ફેનિલને ગુસ્સો આવ્યો. જેથી ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હોવાનું પોલીસ સામે કબૂલ કયું.

Leave a Reply

Your email address will not be published.