આખરે સુરતની ઘટના વિષે મહેશ સવાણીએ તોડ્યું મૌન, હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈએ સમાજને કહી આ મહત્વની વાત

Gujarat

સુરતના ગ્રીષ્મા કાંડના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ગુજરાતની આ ચોંકાવનારી ઘટનાએ સૌ કોઈને રડાવી દીધા છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ભરબજારે થયેલી આ હત્યાએ આખા સુરતને રડાવી દીધું છે. આરોપી ફેનિલે પરિવારની સામે જ દીકરીને ચીભડાની જેમ કાપી નાખી હતી.

આ ઘટનાની જાણ થતા સમગ્ર ગુજરાતના લોકોએ શોક વ્યક્ત કર્યો છે. ગુજરાતના કેટલાક કલાકારોએ આ ઘટનાને વખોડી છે. ત્યારે હજારો દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી આ ઘટનાને લઈને રોષે ભરાયા છે. તેઓએ પણ આ મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

મહેશભાઈએ આ ઘટના બાદ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરતા કહ્યું છે કે સુરતમાં કપલ બોક્સ અને મસાજ સેન્ટરમાં કેટલાક ગોરખધંધાઓ ચાલે છે. જેના વિશે સૌ કોઈ જાણે જ છે. મહેશભાઈએ કહ્યું કે હવે કપલ બોક્સ આવ્યા જેથી સમાજનું અધપતન થઇ રહ્યું છે. તેમણે કહ્યું જે પતિ પત્ની છે તેમણે કપલ બોક્સની શું જરૂર છે અને જો નથી તો એમને આવી સગવડતા શા માટે આપો છો.

મહેશભાઈએ કહ્યું કે સીધા સાદા અને વ્યસન મુક્ત છોકરાને આજના સમયની કેટલીક છોકરીઓ બાયલા સમજે છે. જયારે પૈસા ઉડાવનારા અને હીરો ગિરી કરતા ટપોરી છોકરાઓ આજે છોકરીઓ માટે આદર્શ છે. સોશિયલ મીડિયામાં વિકૃત ફોટા જોઈને વડીલો મનમાં મુંજાય છે. જો છોકરાઓને આ બાબતે કઈ કે તો છોકરાઓ વડીલોઓનું સાંભળતા નથી.

જેથી વડીલો કઈ બોલવાની હિંમત કરતા નથી. તેથી છોકરાઓ આક્રમક અને હિંસક બની રહ્યા છે. સમાજ ખોટા રસ્તે જઈ રહ્યો છે. બધાને ખબર હોવા છતાં કોઈ કાંઈ બોલતું નથી. જેથી ટૂંક સમયમાં આપણી આસપાસ એવી ઘટનાઓ જોવા મળશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વડીલો અને સમાજ સુધારકો ભીષ્મ પિતામહની જેમ વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે.

કોઈ કઈ બોલી શકતું નથી. કારણ કે જો કોઈ બોલવાની કોશિશ કરે તો તેના પર અનપઢ ગવારનું લેબલ લાગી જાય છે. તેનું ખુબ અપમાન કરવામાં આવે છે. જેથી કોઈ કંઈ બોલતું નથી અને ચૂપ થઇ ગયા છે. બધા લોકોને સત્ય સમજાશે. પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઇ જશે. પછી માત્ર પછતાવવાનું રહેશે. કારણે કે વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી.

મહેશભાઈ આજના લોકોને જણાવે છે કે વહેલા સમજી જાવ તો સારું છે. નહીતો આવનારો સમય એટલી ખરાબ થપ્પડ મારશે કે તમ્મર આવી જશે. જેથી વહેલી તકે સમજી જાવ. નહીતો માત્ર પછતાવવાનું રહેશે. ભગવાન સૌ ને સદબુદ્ધિ આપે.

મહેશભાઈ સવાણી પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને આ વાત જણાવી છે. મહેશભાઈની આ પોસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. લોકો મહેશભાઈને આ પોસ્ટ વાંચીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહેશભાઈએ અંતે ગ્રીષ્માની આત્માને શાંતિ મળી રહે તે માટે પ્રાર્થના કરી છે. અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.

Leave a Reply

Your email address will not be published.