ફેનીલનું ઘટના પહેલાનું કોલ રેકોર્ડિંગ બની શકે છે મહત્વનો પુરાવો, રેકોર્ડિંગના આ ચાર પોઇન્ટ પરથી તપાસમાં આવી શકે છે નવા વળાંકો

Gujarat

સુરતમાં 12 જાન્યુઆરીએ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ગ્રીષ્માના પરિવાર સાથે આવીને ઉભી છે અને ગ્રીષ્માને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. આ દરમિયાન હત્યારા ફેનીલનું છેલ્લું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. આ રેકોર્ડિંગ સામે આવતા ગ્રીષ્મા હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે.

એ મિત્રકોણ છે જેની સાથે ફેનિલે ઘટના પહેલા વાત કરી: ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા જતા પેલા પોતાના સૌથી અંગત મિત્રને જાણ કરી હતી. ફેનિલે તેના મિત્રને કોલ કરીને તે શું કરવાનો છે તે જણાવ્યું હતું. જે રેકોર્ડિંગ હાલ લોકોની સામે આવ્યું છે. ફેનિલે મિત્રને કહ્યું મારા ફોનનો પાસવર્ડ છે 2212. હવે મારુ નક્કી નથી. ફેનિલ કોલ પર પોતાના મિત્રને જણાવી રહ્યો છે કે ગ્રીષ્માને હું તેના ઘરે જઈને મારી નાખીશ. ત્યારબાદ હું પણ દવા પીય જઈશ.

ફેનિલને ઘરે મારવા આવનાર કોણ હતુ: ઓડિયોમાં ફેનિલ કહી રહ્યો છે કે મારે અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ ગ્રીષ્માના ઘરે ખબર પડી ગઈ હતી. જેથી તેના પરિવારના લોકોએ મને કહ્યું કે તું હવે ગ્રીષ્માને મેસેજ કરતો નહીં. જેથી મેં એને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ મારા આઈડી પાસવર્ડ ગ્રીષ્મા પાસે હતા. જેનો ઉપયોગ કરીને તેણે મને ફસાવ્યો.

જેથી તેના પરિવારના લોકોએ મને મારવા માટે લોકો મોકલ્યા હતા. એ લોકોએ આવીને સોસાયટીમાં મારા ઘર વિશે પુછપરછ કરી હતી. પરંતુ કોઈએ એમને મારુ ઘર નહોતું બતાવ્યું. ત્યારે બાદ સાંજના સમયે કોઈએ એને મારુ ઘર બતાવ્યું. જેથી તે ઘરે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન હું સૂતો હતો. જેથી મને જગાવીને પૂછ્યું કે તું ફેનિલ ગોયાણી છો તો મેં હા પાડી.

ત્યારબાદ આ લોકો મને મારવા લાગ્યા જે દરમિયાન મારા પિતા વચ્ચે પડતા એમને વાગી જતા લોહી નીકળ્યું હતું. જેથી ગુસ્સે થઈને હું પણ એ લોકોને મારવા લાગ્યા હતા. ત્યારબાદ સોસાયટીના પ્રમુખ દ્વારા બધું પતાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ તેના કાકાએ કેટલાક લોકોને મોકલીને મને મરાવવાની કોશિશ કરી હતી.

એ કોણ લોકો હતા જે ફેનિલની પાછળ પડ્યા હતા: જેથી હવે હું ગ્રીષ્માના ઘરે જઈને એને પતાવી દવ છું અને હું પણ દવા પીય જાવ છું. તેવું ફેનિલે પોતાના ખાસ મિત્રને કહ્યું હતું. ફેનિલે કહ્યું હું એનાથી કંટાળી ગયો છું. એ લોકો મારી પાછળ પડી ગયા છે. હવે હું એને ઘરે જઈને મારી નાખીશ અને હું પણ દવા પીય જઈશ. મિત્રએ ફેનિલને આવું કરવા માટે ના પડી હતી.

જો ફેનિલે મિત્રની વાત માની હોત તો કદાચ આ ઘટના ના બની હોત: ઉપરાંત ફેનિલના મિત્રએ મોટા વરાછા કેપિટલ ફાર્મ પર ફેનિલને મળવા માટે બોલાવ્યો હતો. પરંતુ ફેનિલે મિત્રને કહ્યું કે અત્યાર સુધી મેં સહન કર્યું. હવે મારે સહન નથી કરવું. મિત્રએ કહ્યું કે તું ઘરે જતો રે અમે બધું પતાવી દઈશું. ત્યારે ફેનિલે કહ્યું કે હવે હું ઘરે નથી જવાનો. હવે મારુ કઈ નક્કી નથી એટલા માં તું સમજી જા એમ કહીને ફેનિલ રડી પડ્યો.

ફેનિલે કહ્યું હવે હું ગ્રીષ્માને મારી નાખીશ. અને હું પણ દવા પીય જઈશ. ફેનિલના મિત્રએ ફેનિલને સમજાવવાની ઘણી કોશિશ કરી. ઉપરાંત એમ પણ કહ્યું કે તું પોલીસ ફરિયાદ કરાવી દે. પરંતુ ફેનિલે કહ્યું કે ફરિયાદ કરીશ તો પણ નામ તો મારુ જ આવશે. મારી જ બદનામી થશે. એટલે હવે હું એને મારી નાખીશ. મિત્રએ ખુબ સમાજવ્યો પરંતુ ફેનિલ સમજ્યો નહીં અને રડીને કહ્યું હવે મારુ કઈ નક્કી નથી.

Leave a Reply

Your email address will not be published.