પોલીસ તપાસમાં થઇ રહ્યા છે એક પછી એક નવા ખુલાસાઓ, ફેનીલનાં ત્રાસથી સુરત શહેર છોડીને અહી જવા માંગતી હતી ગ્રીષ્મા

Gujarat

સુરતના કામરેજ વિસ્તરામાં 12 ફેબ્રુઆરીએ થયેલી ઘાતકી ઘટનાએ તમામ લોકોને ધ્રુજાવી દીધા છે. લોકોના કાનમાં ગ્રીષ્માનો અવાજ ગુંજી રહ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર યુવતીને મોતને હવાલે કરી નાખી અને લોકો જોતા રહ્યા. આરોપી ફેનિલએ ગ્રીષ્માના પરિવારની સામે જ ગ્રીષ્માનું ગળું કાપીને મોતને હવાલે કરી નાખી.

આજે આખું ગુજરાત ગ્રીષ્માના પરિવાર સાથે આવીને ઉભું છે. તમામ લોકો દીકરીને ન્યાય મળે તે માટે માંગણી કરી રહ્યા છે. ફેનિલે પોતાની નસ કાપીને આપ ઘાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ ડોકટરના જણાવ્યા અનુસાર માત્ર ચામડી કપાઈ હતી. જેથી સારવાર બાદ તેણે રજા આપવામાં આવી છે.

હાલ પોલીસ સ્ટેશનમાં કેસ અંગે આરોપીને પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ફેનિલનુ છેલ્લું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. જેમાં ફેનિલ તેના ખાસ મિત્ર સાથે વાત કરી રહ્યો છે. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. ત્યારે મીડિયા દ્વારા આ બાબતે ગ્રીષ્માના પરિવારને પુછપરછ કરવામાં આવી છે.

આ રેકોર્ડિંગ બાબતે ગ્રીષ્માના પરિવારે સપષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગ્રીષ્માને ફેનિલ સાથે કોઈ સંબંધ નહોતા. જયારે ફેનિલના તેના મિત્ર સાથેની વાતચીતનો આ ઓડિયો પણ પ્રિપ્લાન્ડ હોઈ શકે છે. ગ્રીષ્માના પિતરાઈ ભાઈ પ્રિન્સે જણાવ્યું હતું કે ગ્રીષ્માનો ફેનિલ સાથેનો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે. જે તદ્દન ખોટું છે. આ પુરાવા ખોટી રીતે ઉપજાવી કાઢેલા છે.

ફેનિલના તેના મિત્ર સાથેના રેકોર્ડિંગ બાબતે પણ પરિવારે જણાવ્યું છે. તેણે કહ્યું છે કે આ રેકોર્ડિંગ તેનો પ્રિપ્લાન્ડ હોઈ શકે છે. ઉપરાંત ફેનિલ અને ગ્રીષ્માના સંબંધો વચ્ચેની વાત પણ ઉપજાવી કાઢેલી છે. અમારા પરિવાર જનોએ ફેનિલના ઘરે જઈને તેણે માર્યો હોવાની વાત પણ ખોટી છે. ફેનિલ પહેલેથી જ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો. તેને તો આકરી સજા થવી જોઈએ.

ગ્રીષ્માના પિતા નંદલાલ ભાઈએ જણાવ્યું છે કે મને આફ્રિકાથી પિતાનું અવસાન થયું છે એમ કહીને બોલાવવામાં આવ્યો હતો. જયારે હું સુરત આવ્યો ત્યારે મારા ભાઈએ કહ્યું કે પિતાનું નહિ પરંતુ આપણી દીકરી ગ્રીષ્માનું અવસાન થયું છે. આ સાંભળીને મને ઝટકો લાગ્યો. ત્યારબાદ મને સમગ્ર ઘટના વિશે જણાવવામાં આવ્યું.

નંદલાલ ભાઈએ કહ્યું કે મેં ગ્રીષ્માનો અંતિમ વિડીયો જોયો નથી અને હું જોવા પણ નથી માંગતો. પરંતુ સરકાર પ્રુફની વાત કરે છે. તો આ વિડીયો પ્રુફ છે. હવે સરકાર શેની રાહ જુએ છે. શા માટે આગળ પગલાં નથી લેતી. નંદલાલ ભાઈએ જણાવ્યું કે અમને અમારી દીકરીનું ખુબ દુખ છે. પરંતુ હવે દેશની અન્ય કોઈ દીકરી સાથે આવું ન થાય તે માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ.

ગ્રીષ્માના પિતાએ મીડિયાને જણાવ્યું કે જયારે હું આફ્રિકા જઈ રહ્યો હતો ત્યારે ગ્રીષ્માએ મને કહ્યું કે પપ્પા મને મૂકી નથી જવું. ગ્રીષ્મા રડવા પણ લાગી હતી. ત્યારે મેં ગ્રીષ્માને કહ્યું કે બેટા હું તારા સારા ભવિષ્ય માટે બે વર્ષ ત્યાં રહીને કામ કરું. ત્યારે ગ્રીષ્માએ હસતા મોઢે પિતાને વિદાય આપી હતી.

નંદલાલ ભાઈએ કહ્યું કે ગ્રીષ્માએ શનિવારે મને છેલ્લીવાર ફોન કર્યો હતો. ત્યારે ગ્રીષ્માએ મને કહ્યું હતું કે પપ્પા મારે સુરત નથી રહેવું. મારે વડોદરા જઈને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો છે. જેથી મેં કહ્યું વાંધો નઈ. બેટા તને જેમ યોગ્ય લાગે એમ કરશું. પરંતુ મને ક્યાં ખબર હતી કે દીકરી લફંગાથી છુટકારો મેળવવા શહેર છોડવા માંગતી હતી.

નંદલાલ ભાઈએ કહ્યું કે અમારો બાપ દીકરીનો પહેલેથી એવો સંબંધ હતો કે અમે બંને એકદમ ફ્રી માઈન્ડ હતા. હું એને આવી બાબતે હંમેશા પૂછતો ત્યારે તે મને કહેતી કે પપ્પા તમારે નીચું જોઈને દુનિયામાં ચાલવું પડશેને એવું કામ હું કોઈ દિવસ નહી કરું. ગ્રીષ્માએ પોતાના મોબાઈલમાં પણ ક્યારેય લોક નથી રાખ્યો.

નંદલાલ ભાઈએ કહ્યું કે આવા ક્રૂર મગજના વ્યક્તિ પાસે આટલા બધા શસ્ત્રો ક્યાંથી આવ્યા. આટલી નાની ઉંમરના છોકરાઓ હથિયારો લઈને ફરે છે એના માટે કોણ જવાબદાર? નંદલાલ ભાઈએ એમ પણ કહ્યું કે બધા બેટી બચાવો ની વાતો કરે છે. તો જયારે જાહેરમાં મારી દીકરીસાથે આવી ઘટના થઇ ત્યારે બધા ક્યાં ગયા હતા.

નંદલાલ ભાઈએ કહ્યું કે જયારે જાહેરમાં મારી દીકરીની સાથે આ ઘટના બની ત્યારે કેમ કોઈ આગળ ન આવ્યું. કેમ બધા જોતા રહ્યા. તેમણે કહ્યું અમને અમારી દીકરીનું અતિશય દુખ છે. પરંતુ આજે જે મારી દીકરી સાથે થયું એ ભવિષ્યમાં દેશની કોઈ દીકરી સાથે ન થાય તે માટે કડક પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.