IPL ની હરાજી બાદ ઋષભ પંતે આ ખેલાડીને ગળે લગાવી કહ્યું, માફ કરી દેજે તને લઇ ના શક્યા

India

દિલ્હી કેપિટલ્સ માટે ગત વર્ષે પોતાની ધારદાર બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરનાર અવેશ ખાન નવી IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ બન્યો. જે બાદ હવે આ બોલરે હૃદય સ્પર્શી ખુલાસો કર્યો છે. IPL 2022 માટેનું મેગા ઓક્શન બાદ તમામ ટીમોમાં મોટી હેરાફેરી અને ફેરફારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દરમિયાન લખનૌની ટીમે 10 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને આવેશને સાથે લઈ લીધો છે. જે બાદ હવે આ ખેલાડી આગામી સિઝનમાં લખનૌ તરફથી રમતા જોવા મળશે.

જ્યારે આવેશની હરાજી થઈ રહી હતી ત્યારે આવેશ ફ્લાઈટમાં હતો. જેના કારણે તે લાઈવ ઓક્શન જોઈ શક્યો ન હતો. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે આવેશને ખૂબ જ ટેકો આપ્યો હતો. દરેક મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનાવવાની તરફેણમાં ઊભો જોવા મળ્યો હતો.

હરાજી પછી આવેશે કહ્યું કે, હું રિકી પોન્ટિંગ એન્ડ કંપનીને મિસ કરીશ. કારણ કે મારું દિલ્હી કેપિટલ્સ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છે. અમારી ફ્લાઇટ કોલકાતામાં લેન્ડ થતાંની સાથે જ હું દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને મળ્યો અને તેણે ખુલ્લા હાથે મારું સ્વાગત કર્યું. તેણે મને આલિંગન આપી કહ્યું, માફ કરજો હું તમને લઈ ન શક્યો. બીજા ખેલાડીઓ પણ ખરીદવા પડે એમ હતા. તેમની પાસે વધારે પૈસા બચ્યા ન હતા.

સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા આવેશ વધુમાં જણાવે છે કે, મેં જોયું કે તેઓએ મારા માટે 8.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ અંતે લખનૌ જાયન્ટ્સે સૌથી વધુ બોલી લગાવી હતી. તેથી ઋષભ પંત માટે તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. અમે અન્ડર-19 ક્રિકેટ સાથે રમ્યા છીએ. મેચ પછી અમે સાથે બેસીને હેંગઆઉટ કરીએ છીએ. ગયા વર્ષે ઋષભ પંતે મને ખૂબ જ ટેકો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.