ઘટનાનુ વર્ણન કરતા રડી પડ્યા ગ્રીષ્માના માતા, મારી નજર સામે મારી દીકરીનું ગળું કાપી નાખ્યું દવાખાને લઈ જવા હું બુમો પાડતી રહી

Gujarat

આંખ સામે પોતાની લાડકવાયી દીકરી નું ગળુ કપાતા જોવું એ એક માતા માટે કેટલું દર્દદાયક હશે, એની તમે કલ્પના પણ ન કરી શકો.સુરતની ઘટના બાદ ગ્રીષ્માના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું છે. ગ્રીષ્માની માતા વિલાસબેન વેકરિયાએ મીડિયા સામે રડતાં રડતાં પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મે મારી દીકરીને ઉભા ઉભા ગળુ કપાતા જોઈ છે. ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો. મારી છોકરીનો કોઈ વાંક નહોતો. ગ્રીષ્મા એમ કેહતી કે હું સાસરે જઈને પણ તારા ઘરે પોતું કરવા આવીશ. બધા કામ કરી આપીશ. એની મને બહુ યાદ આવે છે. આવું કહી ગ્રીષ્માની માતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા.

ગ્રીષ્માના મમ્મીએ હત્યારા ફેનીલને લઈને કહ્યું હતું કે, મારે કંઈ નહીં મારે ન્યાય જોઇએ છે, મારી છોકરી માટે. મારી નિર્દોષ દીકરીનો કોઈ વાંક નહોતો. હું કોઈને કંઈ કહેવા માંગતી નથી. મારે ફક્ત ન્યાય જોઇએ. મેં મારી દીકરીને મારી આંખે ગળુ કપાતા જોઈએ છે મેં બધાને બૂમ પાડી કે, કોઈ તો મારી દીકરીને બચાવો, કોઈ તો દવાખાને લઈ જાઓ. આટલું કહી ગ્રીષ્માના મમ્મી ચોધાર આંસુએ રડી પડ્યા.

ગ્રીષ્માના પપ્પા પણ પોતાના દુઃખ વ્યક્ત કરતાં કહે છે, ગ્રીષ્મા એના મમ્મીને ઘરના દરેક કામમાં મદદ કરતી. એ પછી રસોઈ હોય કે કોઈ પણ કામ હોય. તેના માટે કોઈ પણ કામ એવું નહોતું કે તે તેના માટે અઘરું હોય. તેને થતું કે તે ચાલી શકે તેમ નથી તેથી હું તેના માટે આ વસ્તુ કરું. જેથી મારી મમ્મીને મદદ થાય.

ગ્રીષ્માની ફોઈએ જણાવ્યું કે, તે ભણવામાં હોશિયાર હતી. ડ્રોઈંગનો તેને ખૂબ શોખ હતો અને કરાટે નો પણ શોખ હતો તથા સંગીતનો શોખ હતો. તેને પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હતું. એને પરિવારનું નામ રોશન કરવું હતું. આખું ગુજરાત ગ્રીષ્માને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.