અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીએ ઘડ્યુ હતુ નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું, આરોપીએ જજ સામે કર્યો ખુલાસો

Story

અમદાવદમાં 26 જુલાઈ, 2008 માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે આજે 14 વર્ષ બાદ સ્પેશિયલ ડેઝીગ્નેટેડ જજ અંબાલાલ આર પટેલે ચુકાદો આપ્યો છે. જેમાં 49 દોષિતોને સજા ફટકારવામાં આવી છે. જેમાંથી 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

14 વર્ષની લાંબી કાર્યવાહી બાદ કેસની સુનવણી થઇ છે. ત્યારે આ કેસમાં એક ચોંકાવનારો ધડાકો થયો છે. આ કેસના આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડયું હોવાનો ખુલાસો થયો છે. આ બાબતે એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં હકીકત જણાવી હતી.

વર્ષ 2004 માં અમદાવાદના નોબલ ટર્નીંગ પાસે મુંબઈના ઇરશત જહાં, જાવેદ શેખ, અમઝદ અલી રાણા અને જોસેફ જોહરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાંથી ઇરશત જહાં અને તેમના સાથીઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વર્ષ 2009 અને વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં 25 સપ્ટેમ્બર, 2009 ના રોજ રામોલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું ઉદઘાટન હતું. આ દરમિયાન હત્યારાઓ નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે બાઈક પર હથિયારો લઈને નીકળી પડયા હતા. પરંતુ મુખ્યમંત્રી સાથે કાફલો જોઈને તેઓ મેળ ન પડતા જતા રહ્યા હતા.

ત્યારબાદ વર્ષ 2012 માં ફરીએકવાર નરેન્દ્ર મોદીની હત્યા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ દરમિયાન મણિનગર પોલીસ કોન્સ્ટેબલના હત્યારા વિકારૂદ્દીન અને અમઝદ નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યા હોવાનો ખુલાસો પોલીસે કર્યો હતો. પરંતુ મેળ પડયો નહીં.

Leave a Reply

Your email address will not be published.