વર્ષ 2008 માં અમદાવાદમાં થયેલ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો આજે કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા 38 આરોપીને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજા સાંભળીને આરોપીઓની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. અમદાવાદમાં બનેલ આ કાળમુખી ઘટનાએ કેટલાય પરિવારોને ઉજાડી દીધા હતા.
વર્ષ 2008 સુરતમાં પણ આતંકીઓ બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. જો કે સદનસીબે ફોમ્બ બ્લાસ્ટ થાય તે પહેલા જ પોલીસે આ બોમ્બને શોધી લીધા હતા. 1992 ના વર્ષમાં સુરતના વરાછામાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા આંતકીઓએ સૌરાષ્ટ્રના પટેલોની વસ્તી ધરાવતા વરાછા, કતારગામ અને યોગીચોક વિસ્તારમાં અનેક જગ્યાએ બૉમ્બ મુક્યા હતા.
અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ બાદ સુરતમાં એલર્ટ આપી દેવાયું હતું. સુરત પોલીસ તટલીક ધોરણે કામે લાગી ગઈ હતી. આ દરમિયાન સુરત પોલીસના હાથે તન્વીર પઠાણ નામનો એક સ્થાનિક વ્યક્તિ પકડાયો હતો. તન્વીર સુરતમાં બૉમ્બ પ્લાન્ટ કરનાર મુખ્ય સૂત્રધાર હતો. પોલીસે તન્વીરનો સાથે રાખીને અલગ અલગ જગ્યાએથી બૉમ્બ શોધવાનું શરૂ કર્યું હતું.
આતંકીઓએ સુરતના પાટીદાર બહુમતી વાળા વિસ્તારો વરાછા અને કતારગામમાં એટલા બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા કે જો આ બૉમ્બ બ્લાસ્ટ થયા હોત તો આજે વરાછા અને કટરગામનો નકશો કંઈક અલગ હોત. પોલીસને સૌથી પહેલો બૉમ્બ સિટીલાઇટ નૂપુર હોસ્પિટલ પાસથી મળ્યો હતો. ત્યારબાદ 27 જુલાઈ, 2008 ના રોજ સીતા નાગર ચોકડી અને હીરાબાગ ડોક્ટર હાઉસની નીચે કારમાંથી બૉમ્બ બનાવવાના સાધનો મળ્યા.
ત્યારબાદ 28 જુલાઈ, 2008 ના રોજ એલએચ રોડ શક્તિવિજય સોસાયટીના ટ્રાન્સફોર્મર પાસેથી એક બૉમ્બ મળ્યો. ત્યારબાદ 29 જુલાઈ, 2008 ના રોજ બરોડા પ્રિસ્ટેજ, માતાવાડી, વરાજ બ્રિજ, કતારગામ ગજેરા સર્કલની અંદરથી, મોહનની ચાલ, ગીતાંજલિ ત્રણ રસ્તા, હીરાબાગ સર્કલની ઉપર બ્રિજની એન્ગલમાં, એક રોડ ભવાની જેમ્સ, સરદાર પોલીસ ચોકીની નજીક અને 30 જુલાઈએ અમરોલી બ્રિજની નીચે, નાના વરાછા તારણકુંડની નજીક ઝાડ પર અને ચોપાટી ગાર્ડન પાસે આવેલા બસ સ્ટોપ પરથી પોલીસને જીવતા બૉમ્બ મળ્યા હતા.
સુરત પોલીસના જાંબાઝ જવાનો અને અધિકારીઓની આકરી મહેનત બાદ સુરત પોલીસે આ દરેક બોમ્બને સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા. જો આ બૉમ્બ ફૂટી ગયા હોત તો આજે વરાછા અને કતારગામનો નકશો કંઈક જુદો જ હોત.