અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટમાં સુરતના તનવીર પઠાણને ફાંસીની સજા, સુરત પોલીસે તનવીરને પકડતા અમદાવાદ કેસની કડીઓ ખુલવા લાગી હતી

Gujarat

26 જુલાઈ, 2008 માં અમદાવાદમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ દિવસ અમદાવાદ માટે કાળો દિવસ હતો. ખુશીયોથી જુમતું અમદાવાદ શોકમાં ડૂબી ગયું હતું. જેને લઈને સુરત પોલીસ પણ એલર્ટ થઇ ગઈ હતી. સુરતમાં બૉમ્બ મળવાનું શરૂ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ, પીઆઇ, પીએસઆઇ સહીત 45 કર્મીઓ તપાસમાં જોડાઈ ગયા હતા.

આતંકીઓએ વરાછા, કાપોદ્રા, કતારગામ, પુણા સહિતના કેટલાક વિસ્તારોમાં બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. આતંકીઓએ તનવીર પઠાણ નામના શખ્સની મદદ લઈને સુરતના 30 જેટલા વિસ્તારોમાં બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ દરમિયાન 29 જીવતા બૉમ્બ મળી આવ્યા હતા. જેમાંથી પાંચ બૉમ્બ ઓવર બ્રિજ અને ત્રણ બૉમ્બ ઝાડ પર મુખ્ય હતા.

બૉમ્બ પ્લાન્ટ કરનારા બે સ્થાનિક પૈકી એક મોહંમદ તનવીર પઠાણને દોષી જાહેર કરાયો હતો. જયારે એકને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. તનવીરને આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પુછપરછ કરતા બંનેના ભટકલ બંધુ અને ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કનેક્શન મળતા આખું કાવતરું ઘડયું હોવાનું સામે આવ્યું હતું.

આ કેસને અમદાવાદ સાથે જોડી અમદાવાદની કોર્ટમાં બન્ને કેસની પ્રક્રિયા એક સાથે શરૂ થઇ હતી. ત્યારબાદ તનવીર પઠાણના રિમાન્ડ લઇ તાપસ કરવામાં આવી હતી. જે દરમિયાન તે લોકો પુના ભરૂચ થઇ આવતા હોવાનું માલુમ પડયું હતું. આ બૉમ્બ ભીડવાળી જગ્યાએ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

દરેક બૉમ્બ પાંચ અને દસ મિનિટના ટાઇમર સેટ કરીને મુકવામાં આવ્યા હતા. જેથી બૉમ્બ વિસ્ફોટ થતા વધુમાં વધુ લોકોને મારી શકાય. આ ઘટના દરમિયાન સુરતમાં 13 દિવસમાં 23 બૉમ્બ મળી આવ્યા હતા. જે સુરતના કાપોદ્રા, કતારગામ, પુણા, બરોડા, વરાછા ઓવરબ્રિજ સહિતના અલગ અલગ વિસ્તારોમાં મુકવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.