ગુજરાતના ગાયકોએ દુનિયા ભરમાં નામના મેળવી છે. પોતાના સુરીલા અવાજને કારણે આ ગાયકો જગવિખ્યાત બન્યા છે. ત્યારે અમે તમને ગુજરાતના એક એવા લોકલાડીલા ગાયિકા વિષે જણાવીશું જેનો સ્વર સાંભળવા માટે લોકો આતુર હોય છે. આ ગાયિકાએ આખા દેશમાં અને વિદેશમાં પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
અમે વાત કરી રહ્યા છીએ લોકલાડીલા ગાયિકા અલ્પા પટેલની. તેમણે કેટલાક સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાઓ કર્યા છે. પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતા અલ્પા પટેલે માત્ર 10 વર્ષની નાનકડી ઉંમરમાં જ સિગિંગની શરૂઆત કરી દીધી હતી. ડાયરા માટે માત્ર 50 રૂપિયા ફી લઈને અલ્પા પટેલે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
નાનકડી ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર અલ્પા પટેલ પોતાના મામાના ઘરે રહીને અભ્યાસ કરતા હતા. અલ્પા પટેલે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓએ સિગિંગની દુનિયામાં પોતાનું કરિયર શરૂ કર્યું. એક સમયે 50 રૂપિયા ફી લઈને ડાયરો કરતા અલ્પા પટેલ પર આજે લોકો પૈસાનો વરસાદ વરસાવી રહ્યા છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા અલ્પા પટેલે હાલ પ્રભુતામાં પગલાં માંડયા છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે કોઈ સિંગર કે અભિનેતા નથી. જો કે તે શું કાર્ય કરે છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અલ્પા પટેલના પતિનું નામ ઉદય ગજેરા છે. તેમણે 17 ફેબ્રુઆરીએ પ્રભુતામાં પગલાં માંડીને પોતાના જીવનની નવી સફર શરૂ કરી છે.
અલ્પા પટેલે શાનદાર પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. ત્યારે હાલ અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તમામ તસવીરો વાયરલ થઇ છે. અલ્પા પટેલના લગ્નમાં ગુજરાતના ઘણા બધા કલાકારોએ હાજરી આપીને નવદંપતિને શુભકામનાનો આપી હતી.