વહેલી સવારે ભૂકંપના આંચકા, 3.8 ની તીવ્રતાવાળા ભૂકંપે લોકોના જીવ અધ્ધર કરી દિધા

India

દેશના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા ધરા ધ્રુજી ઉઠી છે. ખાસ કરીને ભૂકંપની સૌથી વધુ તીવ્રતા રાજસ્થાનમાં જોવા મળી છે. રાજસ્થાનમાં જમીનથી માત્ર પાંચ કિલોમીટર નીચે પ્લેટ ખસ્તા તીવ્ર ભૂકંપ અનુભવાયો છે.

રાજસ્થાનના સિકરમાં સવારે અચાનક આઠ વાગે અવાજ સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 3.8 હતી. સવારે અચાનક આવેલા ભૂકંપને કારણે લોકો ઘર અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણીવાર સુધી લોકો પોતાના ઘરની બહાર જ ઊભા રહ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આજે જે પ્રમાણે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. એ આ પહેલાં ક્યારેય નથી થયો. આ વખતે જે ભૂકંપ આવ્યો એમાં ધ્રુજારી સાથે ખૂબ મોટો અવાજ પણ સંભળાયો હતો. ભૂકંપ જમીનની નીચે 5 કિલોમીટરથી જ આવ્યો હતો. તેનું કેન્દ્ર સિકરનું દેવગઢ હતું. તીવ્ર ઝટકાને કારણે લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપ આવતાં લોકો ગભરાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.