ગ્રીષ્મા કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટનાના કાવતરામાં ફેનિલ સાથે નામાંકિત પાટીદાર આગેવાનની સંડોવણી

Gujarat

ગ્રીષ્મા સાથે સુરતમાં બનેલી ઘટનાને આજે અઠવાડિયું થઇ ગયું. લોકોના કાનમાં ગ્રીષ્માના નામના પડઘા પડી રહ્યા છે. ગ્રીષ્માના પરિવારની આંખમાંથી આંસુ સુકાતા નથી. ત્યારે આરોપી ફેનિલના એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. હત્યારા ફેનિલે પેલેથી જ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડી લીધું હતું.

પોલીસ પુછપરછ કરીને ફેનિલ પાસેથી તમામ વાતો કઢાવી રહી છે અને ઝડપથી પુરાવા એકઠા કરી રહી છે. ત્યારે હત્યારા ફેનિલના રાજ પણ ખુલી રહ્યા છે. હત્યારા ફેનિલે કેવી બેરહમીથી માસુમ દીકરીને ચીભડાંની જેમ કાપી નાખી તે જોઈને લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. ત્યારે ફેનિલે વેબસીરીઝ જોઈને કાવતરું ઘડયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે આરોપી ફેનિલ કેટલી બેરહમીથી સરાજાહેર માસુમ દીકરીને મોતને ઘાટ ઉતારી દે છે. ઉપરાંત ગ્રીષ્માની લાશ પાસે જો કોઈ આવવાની કોશિશ કરતું તો તેને પણ ફેનિલ ધમકાવતો હતો. પરિવારની સામે ગ્રીષ્માના ગળામાંથી લોહીની ધારા વહેવા લાગી છતાં પણ કોઈ કઈ કરી શક્યું નહીં.

હત્યારા ફેનિલને આ ઘટનાનો કોઈપણ પ્રકારનો પસ્તાવો થતો હોય તેવું દેખાતું નથી. કોર્ટમાં પણ ફેનિલ ગોળ ગોળ જવાબ આપી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યારા ફેનિલે બે છરા ક્યાંથી લીધા હતા તે પણ જણાવ્યું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ગ્રીષ્મા કેસમાં એક મોટો ધડાકો થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જયારે ફેનિલે આ ઘટના કરી ત્યારે તે એકલો નહોતો આવ્યો. વીડિયોમાં ફેનિલ એકલો દેખાય છે પરંતુ તેની સાથે અન્ય ત્રણ લોકો પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ફેનિલે આવેશમાં આવીને ગુનો કર્યો નથી પરંતુ તેણે કાવતરું ઘડયું હશે.

ફેનિલ એકલો નહીં પરંતુ તેના સપોર્ટમાં અન્ય ત્રણ લોકો પણ આવ્યા હતા. આ લોકો બાઈક પર આવ્યા હોવાની માહિતી મળી છે. જેમાંથી એક યુવાન નામાંકિત પાટીદાર યુવા આગેવાન હતો. માટી માહિતી અનુસાર આ પાટીદાર યુવા આગેવાન સહીત અન્ય બે લોકોના સપોર્ટને કારણે ફેનિલ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારવામાં કરવામાં સફળ રહ્યો.

Leave a Reply

Your email address will not be published.