કાળ બન્યું ડમ્ફર, પૂર ઝડપે આવતા ડમ્ફરે પોલીસકર્મીને અડફેટે લેતા મોત નીપજ્યું

Gujarat

આજના સમયમાં ટેક્નોલોજીનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. જેનાથી લોકોને કોઈપણ કાર્યમાં સફળતા મળી રહે છે. પહેલાના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો ઘોડા, બળદગાડા વગેરેનો ઓપયોગ કરતા હતા. જયારે અત્યારના સમયમાં લોકો નજીકના વિસ્તારમાં જવું હોય તો પણ વાહનનો ઉપયોગ કરે છે.

વાહનોના કારણે ઘણા અકસ્માતો પણ થઈ રહ્યા છે. જેમાં ક્યારેક નિર્દોષ લોકો પણ અડફેટે ચડી જાય છે. એવી જ રીતે ગઈકાલે અમદાવાદ શહેરમાં બેફામ બનેલા ડમ્પરની અડફેટે માસુમ યુવકે જીવ ગુમાવ્યો. આ યુવક પોલીસ વિભાગમાં કાર્યરત છે. તેઓ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામનાર જવાનનું નામ રોહનસિંહ રાઠોડ હતું. રોહનસિંહ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ફાટક પાસે ગઈકાલે મોડી રાત્રે બુલેટ લઈને પસાર થઈ રહેલા પોલીસકર્મીને ડમ્પરે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે જિલ્લા ડીવીઝન ટ્રાફિક પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેઓ બાઇક લઈને જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેથી ઘટના સ્થળે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ બાદ પોલીસ જવાનના મૃતદેહને તેના વતન લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.