હત્યારા ફેનિલને કડકમાં કડક સજા મળશે, સૌથી ઓછા દિવસોમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ થનાર સુરતનો પહેલો કેસ

Gujarat

ગ્રીષ્મા હત્યાકાંડે લોકોને ધ્રુજવી દીધા છે. સમગ્ર ગુજરાતના લોકોના કાનમાં ગ્રીષ્મનું નામ ગુંજી રહ્યું છે. ત્યારે બીજી તરફ હત્યારા ફેનિલને કડકમાં કડક સજા થાવ તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ કેસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જે હત્યારા વિરુદ્ધ પુરાવા એકઠા કરી રહી છે.

હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. જે દરમિયાન ઘટનાનું રિકન્ટ્રકશન કરવા માટે હત્યારાને ઘટના સ્થળે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર એફએસએલ ખાતે લઇ જય વોઇસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ દ્વારા ફેનિલ વિરુદ્ધ ઘણાબધા પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. જેમાં 109 સાક્ષી પણ છે. ફેનિલે હત્યા કરવા માટે એકે 47 રાઇફલ ખરીદવા માટે પણ વેબસાઈટ સર્ચ કરી હતી જેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. ફેનીલનો મોબાઈલ ચેક કરતા જાણકારી મળી છે કે તેણે 30 કરતા વધારે વેબસાઈટ સર્ચ કરીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ફેનિલે હત્યા કરવા માટે ફ્લિપકાર્ટ પરથી ઓનલાઇન ચપ્પુ ઓર્ડર કર્યું હતું. પરંતુ ડીલેવરી લેટ થવાની હોવાથી તેણે ઓર્ડર કેન્સલ કરીને ડિમાર્ટમાંથી ચપ્પુ ખરીદ્યુ હતું. આ ચપ્પુ પણ પોલીસે જપ્ત કરી લીધું છે અને પુરાવા તરીકે રજૂ કરશે. રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી અને સમગ્ર ટિમ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે.

ફેનિલને કડકમાં કડક સજા મળે તે માટે સજ્જડ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગ્રીષ્મા હત્યાકાંડ સુરતનો પ્રથમ એવો કેસ બનશે જેમાં સૌથી ઓછા દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ પુરા થતા ફેનિલને જ્યુડીશ્યલ કસ્ટડીમાં ખસેડવાનો આદેશ કરાયો હતો. જેથી ફેનિલને લાજપોર જેલ લઇ જવાયો છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.