ગ્રીષ્મા હત્યા કેસ: યુવાનો શા માટે પ્રેમિકાનો જીવ લેતા અંચકાતા નથી તેનું કારણ સામે આવ્યું, ગાંધીનગરના મનોચિકિત્સકે કરી ચોંકાવનારી વાત

Gujarat

ગુજરાતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડને કારણે દેશ ધ્રુજી ઉઠ્યો છે. ત્યારે ગુજરાતમાં આવી જ એક પછી એક ચાર ઘટનાઓ સામે આવતા લોકો ચોંકી ગયા છે. સુરત ઉપરાંત ગાંધીનગર, ધોરાજી અને વેરાવળમાં પણ પ્રેમિકા પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે.

ગુજરાતમાં થઇ રહેલી કાળજું કંપાવનારી હત્યાઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે ગાંધીનગરના મનોચિકિત્સક ડો. રાજેન્દ્ર આનંદે આવા બનાવ બનવાનું કારણ જણાવ્યું છે. તેઓના કહેવા પ્રમાણે આજના સમયમાં લોકોની સહનશક્તિ ઘટી ગઈ છે. યુવાનો આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને પોતાની મરજી મુજબ જ કરવા માંગે છે.

હાલના સમયમાં મંદિરમાં દેવીઓને પૂજવામાં આવે છે. પરંતુ જીવતી જાગતી સ્ત્રીને રિસ્પેક્ટ આપવામાં આવતી નથી. તેઓ જણાવે છે કે હાલના સમયમાં માતા પિતા બાળકને જે કઈ જોતું હોય તે લઇ આપે છે. જેથી બાળક જિદ્દી બની જાય છે. જેની અસર બાળકના માનસિક વિકાસ પર થાય છે.

હાલના સમયમાં માતા પિતા બન્ને પોતાના કામ કરતા કરતા હોય છે. જેથી બાળક ક્યાં જાય છે અને શું કરે છે તેના પર ધ્યાન આપતા નથી. માતા પિતાએ બાળક સાથે વાતચીત કરવી જોઈએ. માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓ પર ધ્યાન રાખવું જોઈએ. જેથી આગળ જતા મુશ્કેલી ન આવે.

હાલના સમયમાં લોકો જિદ્દી બનતા જાય છે. હાલની પેઢી શારીરિક આકર્ષણને પ્રેમ સમાજે છે. જેથી તું મારી નહીં તો કોઈની નહીં એવું કહે છે. તેઓ પોતાની મરજી મુજબ જ કરવા માંગે છે. જો તેવું ના થાય તો તેઓ કોઈપણ પગલું ભરે છે. યુવાનોની માનસિકતા જ એટલી ખરાબ થઇ ગઈ છે કે તેઓ કોઈને મોતને ઘાટ ઉતારવામાં પણ અંચકાતા નથી.

Leave a Reply

Your email address will not be published.