વિદેશ લઇ જવાની લાલચ આપીને ત્રણ યુવકે 22 વર્ષના છોકરા પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા, ત્યારબાદ છોકરાના પિતાને ફોન કરી પૈસાની માંગણી કરી

Gujarat

આજના સમયમાં મોટા ભાગના લોકોને વિદેશ જવાની ઈચ્છા હોય છે. જેથી તેઓ વિદેશ જવા માટે જાણકારી મેળવવા નવા નવા લોકોના સંપર્કમાં આવે છે. પરંતુ કેટલાક લોકો મદદ કરવાની જગ્યાએ ફાયદો ઉઠાવે છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જો તમે પણ વિદેશ જવા માટે કોઈની મદદ લઇ રહ્યા હોય તો ચેતી જજો.

નવા નરોડામાં રહેતા 22 વર્ષના મીત શૈલેષકુમાર પટેલને કેનેડા જવાની ઈચ્છા હતી. જેના માટે તે આંબાવાડી પંચવટીના રમેશભાઈ સોમાભાઇ પટેલના સંપર્કમાં આવ્યા હતા. રમેશભાઈએ તેમની સાથે મળેલા સુશીલ રોય અને કમલ સિંઘાનિયા સાથે મળીને મીતને વર્ક પરમિટ પર કેનેડા લઈ જવાની બાંહેધરી આપી હતી.

28 નવેમ્બર 2021 ના રોજ મીત કેનેડા જવા માટે કોલકત્તા ગયો હતો. જ્યાં રમેશ પટેલ, સુશીલ રોય અને કમલ સિંધાનિયાએ મળીને મીત ને ગોંધી રાખ્યો હતો. બંદુકની અણીએ મીત પાસેથી 35 હજાર ડોલર અને તેણે કાનમાં પહેરેલી સોનાની કડી પડાવી લીધી હતી. એટલું જ નહીં તેઓએ મીતને તેના પપ્પાને ફોન કરવા કહ્યું અને તેના પપ્પા પાસેથી 46 લાખ રૂપિયાની માગણી કરી.

આ ત્રણ આરોપીઓએ 35 હજાર ડોલર, સોનાની કડી તેમજ 46 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 10 ફેબ્રુઆરીએ તેઓએ મિતને છોડી દીધો ત્યારબાદ મિત ઘરે આવ્યો. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં આ ત્રણેય યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ વધુ જાણકારી માટે તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.