ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેસંગે ફેરા ફર્યાં હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. તેમની મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી.
લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને ગયા હતા. જેની તસવીરો સોશિયલ મીડયામાં વાયરલ થઈ છે. અલ્પા પટેલ લગ્ન બાદ સિંદૂર અને મંગળસૂત્રમાં વધારે સુંદર દેખાઈ રહ્યા છે. લગ્ન બાદ ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને પહોંચ્યા હતાં.
જેની તસવીરો અલ્પા પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. તેઓ લગ્ન બાદ ખુબ ખુશ છે. અલ્પા પટેલ અને ઉદય ગજેરા દર્શન કરવા માટે નિકોલના ખોડિયાર માતાજીના મંદિર પહોંચ્યા હતા.
અલ્પા પટેલના તેમના મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામે વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા. જાનના સ્વાગતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જાનૈયાઓએ ઢોલના તાલે રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. વાજતે ગાજતે જાન લગ્ન મંડપ સુધી પહોંચી હતી.
આ તકે દુલ્હનના રૂપમાં અલ્પા પટેલ ખૂબ સોહામણી લાગતી હતી. તેણે આછા પિંક કલરની ચણિયાચોળી પહેરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. ઉપરાંત અલ્પા પટેલની મહેંદી અને હલ્દી રસમની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ અલ્પા પટેલને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે.