રશિયા યુક્રેન યુદ્ધ: રશિયાએ યુક્રેન પર મિસાઇલથી હુમલો કરતા લોકોની લાશના ઢગલા થઇ ગયા, પુતિને કહ્યું જો કોઈ દેશ દખલગીરી કરશે તો ભયંકર પરિણામ આવશે

World

રશિયા યુક્રેન વચ્ચે અકબંધ ચાલી રહી હતી. આ વચ્ચે ગુરુવારે સવારે 5 વાગ્યામાં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. આ ભયાનક હુમલાની તસવીરો જોઈને લોકો ધ્રુજી ગયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતીની ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી દીધી. પુતિને જણાવ્યું કે જો કોઈ દખલગીરી કરશે તો ભયંકર પરિણામ આવશે.

રશિયાએ યુક્રેનના રાજધાની કિવ સહીત 11 શહેરો પર હુમલો કરી દીધો. રશિયાએ એક સાથે 11 શહેરો પર મિસાઈલ રાખીને ભડાકા કરી દીધા. ભયંકર હુમલો થતા લોકોમાં ભયનો માહોલ.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અન્ય દેશોને પણ ધમકી આપી દીધી કે જો કોઈ દખલગીરી કરશે તો ભયંકર પરિણામ આવશે. આવું કહેવામાં પુતિનનો ઈશારો અમેરિકા અને નોટા પર હતો.

પુતિને પહેલા ચેતવણી આપી અને ત્યારબાદ હુમલા કરવાનું ચાલુ કરી દીધું. યુક્રેનમાં 12 અટેક થતા લોકોમાં ભયનો માહોલ. હુમલાને કારણે એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ મિશન પણ અટકાવવામાં આવ્યું છે. હુમલો થતા લોકો ગભરાઈ ગયા છે.

હુમલો થતા યુક્રેન પણ વળતો જવાબ આપવા તૈયાર. યુક્રેને કહ્યું રશિયાએ 6 એરક્રાફ્ટ પણ તોડી પડ્યા છે. યુક્રેન રશિયાને ખુબ જલ્દી વળતો જવાબ આપશે. ઉપરાંત યુક્રેન જણાવ્યું કે વિશ્વના તમામ દેશોએ રશિયાને જવાબ આપવો જોઈએ અને તેને રોકવું જોઈએ. યુક્રેને કહ્યું હવે રશિયાને જવાબ આપીશું અને જીતીશું.

યુક્રેને કહ્યું રશિયાએ ત્રણ બાજુથી અમારા પર હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કીવમાં બૉમ્બ બ્લાસ્ટ થતા એરપોર્ટ ખાલી કરવામાં આવ્યું. રશિયાએ યુક્રેન પર ડ્રોન હમણાં શરૂ કર્યા. રશિયાએ ધમકી આપી કે યુક્રેનની સેના તમામ હથિયાર છોડી દે. રશિયાના આ બાયંકર યુદ્ધથી યુક્રેનમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અન્ય દેશોને ધમકી આપી છે. પુતિને કહ્યું કે જો કોઈ આમા દખલગીરી કરશે તો ભયંકર પરિણામ આવશે. પુતિને કહ્યું રશિયા કોઈની પણ ધમકી સહન કરશે નહીં અને દખલગીરી કરનારને ભયંકર પરિણામ ભોગવવા પડશે. પુતિને તમામ દેશોને ચોખ્ખી ધમકી આપી દીધી છે.

રશિયાના હુમલા બાદ યુક્રેનના પ્રધાને કહ્યું કે રશિયાએ બધી બાજુથી હુમલો શરૂ કરી ધીધો છે. શાંતિપૂર્ણ યુક્રેન પર રશિયાએ આક્રમકતાથી યુદ્ધ કર્યું છે. મિસાઇલથી એક સાથે કેટલાય શહેરોમાં ભડાકા કરી ધીધા. યુક્રેન રશિયાને વળતો જવાબ આપશે. યુક્રેન સ્વબચાવ કરશે અને રશિયા સામે જીતશે. હવે જંગ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published.