કેનેડાની કોલેજો અચાનક બંધ થઈ જતા ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, હવે કેનેડાના પાર્લામેન્ટ હાઉસ સામે પ્રદર્શન કરશે

World

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ પણ કેનેડિયન સરકાર સામે લડવાના મૂડમાં છે. થોડા સમય પહેલા કેનેડાની ક્યૂબેક વિસ્તારની ત્રણ કોલેજોને સીલ લાગી ગયા છે. જેથી ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મુકાયું છે. ભરતીયો વિદ્યાર્થીઓની કેનેડામાં ન ઘરના ન ઘાટના તેવી પરિસ્થિતિ થઈ છે.

આ દરમિયાન કેનેડિયન સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જેમાં પંજાબ, તમિલનાડુ સહીત ગુજરાતના પણ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ દરમિયાન કેનેડિયન સરકારે હાથ ઊંચા કરી દીધા છે. જેથી ભારતીયો લડી લેવાના મૂડમાં છે.

આ બાબતે મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનના કો ફાઉન્ડર વરુણ ખન્નાએ જણાવ્યું છે કે લીગલ સિસ્ટમને આધારે ભારતીયોને રીફન્ડ મળી શકે તેમ નથી. કેનેડિયન સરકારની લીગલ સિસ્ટમ પ્રમાણે સૌથી પહેલા દંડ ચુકવવામાં આવશે. ત્યારબાદ જો પૈસા વધશે તો વિદ્યાર્થીઓને રીફન્ડ મળી શકે છે. જેથી વિદ્યાર્થીઓને પૈસા પરત મળશે તેની ખાતરી આપી શકાય નહીં.

વરુણ જણાવે છે કે ક્યૂબેકના RPI ગ્રુપે જણાવ્યું છે કે અમે અભ્યાસ પૂરો કરાવી દઈશું અને એક્સપિરિયન્સ લેટર પણ આપીશું. પરંતુ આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. આગામી 28 ફેબ્રુઆરીએ આ કેસની સુનાવણી આવશે. પરંતુ રીફન્ડ માટે RPI એ પણ ચોખ્ખી ન પાડી દીધી છે.

વધુમાં તેઓ જણાવે છે કે જે લોકોના વિઝા થયા નથી અને ભારત રહીને અભ્યાસ ક રી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે બે રસ્તા છે. એક તો એજન્ટ પાસેથી પૈસા પરત મેળવી લે. બીજો રસ્તો છે RPI જેટલા પૈસા આપે તે લઈને વાત પુરી કરી નાખે. તેઓ જણાવે છે સરકારે પણ પ્રાઇવેટ કોલેજન મામલામાં દખલગીરી કરવાની ચોખ્ખી ન પાડી દીધી છે.

વરુણ ખન્ના જણાવે છે કે આગામી દિવસોમાં અમે રેલીનું આયોજન કરીશું અને સતત 12 કલાક સુધી ડાઉનટાઉનને બ્લોક કરીશું. ત્યારબાદ સરકાર અમારી સાથે વાત કરશે તો અમે પ્રસ્તાવ રજૂ કરીશું. અન્યથા ઓટવામાં પાર્લામેન્ટ હાઉસ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે ભારતીયો આકરી લડાઈ લડવાના મૂડમાં છે.

તેઓ જણાવે છે કે જે રીતે ભારતમાં ફાર્મર પ્રોટેસ્ટમાં મોદી સરકારને ઝુકવુ પડ્યું હતું તે જે રીતે અમે દબાણ કરીને કેનેડિયન સરકારને ઝુકાવીશું. જે કોઈ વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થયા છે તે પાસ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરીશું. આ સાથે કડક કાયદો બનાવવા માટે માંગણી કરીશું જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે કોઈ ફ્રોડ ન થઇ શકે.

Leave a Reply

Your email address will not be published.