દરેક વ્યક્તિ જીવન મરણ લખાવીને જ આવ્યો હોય છે એવું માનવામાં આવે છે. પરંતુ કાળ ક્યારેક માનવીના નસીબમાં એવું મોત લખી નાખે છે જે કાળજું કંપાવી દે છે. આવી જ ઘટના ગુજરાતના બીલીમોરામાં ઘટી છે. જેના વિશે સાંભળીને લોકો ધ્રુજી ગયા છે. એક દુકાનમાં લાગેલી આગ જોવા આવેલો વ્યક્તિ મોતને ભેટી ગયો.
ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં ગત રાત્રે ફૂલની દુકાનમાં ભયંકર આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગને જોવા માટે લોકો ભેગા થયા હતા. ત્યારે દુકાનમાંથી બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ભયંકર બ્લાસ્ટની તસવીરો જોઈને પણ ધ્રુજી જશો.
આ દરમિયાન ઘણા બધા લોકો કુતુહલ જોવા માટે ભેગા થયા હતા. ત્યારે દુકાનમાં ભયંકર બ્લાસ્ટ થતા બહાર ઉભેલા યુવાન પર કાટમાળ પડતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી આગ જોવા માટે આવેલા યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોટ થયું. આગ જોવા આવેલા યુવકને કાળ ભરખી ગયો.
બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં કલ્પના ફ્લેવર નામની દુકાન આવેલી છે. જેમાં કામ કરતો યુવક દુકાનમાં રસોઈ બનાવીને જમીને અન્ય સ્થળે સુવા માટે ગયો હતો. કર્મચારી લાઈટ અને ગેસ સિલિન્ડર બંધ કરીને ગયો હતો. અગમ્ય કારણોસર આગ લાગતા રાત્રીના સમયે દુકાનમાંથી આગના ગોતે ગોટા નીકળવા લાગ્યા હતા.
આ દરમિયાન રસ્તા પર લોકો કુતુહલ જોવા માટે ઉભા હતા. ત્યારે ગેસનો બાટલો ફાટતા દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન બહાર ઉભેલા 33 વર્ષીય શશીકાંત ભાઈ પટેલના માથા પર લોખંડનો કાટમાળ વાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં કાળ યુવકને ભરખી ગયો.
શશીકાંત ભાઈ પોતાના મિત્રને મળવા માટે તેના ઘરે ગયા હતા. આ દરમિયાન રસ્તા પર આગના ગોટે ગોટા નીકળતા જોઈ તેઓ કુતુહલ જોવા માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન અચાનકથી ભયંકર બ્લાસ્ટ થતા તેમનું મોટ નીપજ્યું. વીજળી વિભાગના અધિકારીઓએ આગ લાગવના કારણની તપાસ શરૂ કરી છે.