વીરપુરમાં 202 વર્ષથી દાન લીધા વગર સદાવ્રત ચાલે છે, છપ્પનિયા દુષ્કાળ સમયે પણ વીરપુરમાં અન્નનો ભંડાર ખૂટ્યો નથી

Religious

સૌરાષ્ટ્રને સંતો મહંતોની ભૂમિ માનવામાં આવે છે. સૌરાટ્રની ધરા પર ઘણા બધા સંતો થઇ ગયા. જેની ગાથા આજે પણ ગવાઇ રહી છે. સૌરાષ્ટ્રના સંત જલારામ બાપા વિશે લગભગ સૌ કોઈ જાણે છે. ભોજલરામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યું હતું. જે આજે પણ ચાલી રહ્યું છે.

જલારામ બાપાની 141 મી પુણ્ય તિથિએ વીરપુરમાં તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા. જલારામ બાપાની જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા. સૌરાટ્રના રાજકોટ જિલ્લાના વીરપુરમાં જલારામ બાપાની જગ્યા આવેલી છે. 202 વર્ષથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે.

જલારામ બાપાના આ ધામમાં એક પણ રૂપિયો લીધા વગર સદાવ્રત ચલાવવામાં આવે છે. છપ્પનિયા દુષ્કાળમાં પણ અહીં અન્નનો ભંડાર ખૂટ્યો નથી. જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે વીરપુરમાં હરિહરની શરૂઆત કરી હતી. ગુજરાતી માસ મહાવદ દશમીના દિવસે બાપા વાંકુંઠવાસ થયા હોવાથી મહાવદ દશમના દિવસે બાપાની તિથિ ઉજવવામાં આવે છે.

જલારામ બાપાની 141 મી પુણ્યતિથિએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે. તેમ છતાં પણ હજુ સુધી અન્નનો ભંડાર ખૂટ્યો નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે છતાંપણ હજુ ભોજનની સામગ્રી ક્યાંથી આવે છે તે એક રહસ્ય છે.

26 ફેબ્રુઆરીએ જલારામ બાપાની તિથિ નિમિત્તે સમગ્ર વીરપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. તમામ લોકો જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તમામ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. જલારામ બાપાએ શરુ કરેલ સદાવ્રતને 202 વર્ષ પૂર્ણ થયા.

Leave a Reply

Your email address will not be published.