સુરતની ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અવાર નવાર વિવાદમાં હોય છે. બિભત્સ ગાળો બોલનારી કીર્તિ પટેલ કેટલીય વાર ગુનામાં આવી છે. ત્યારે સુરતની ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ડુમ્મસ પોલીસે ગુનો દાખલ કયોછે. કીર્તિ પટેલ સામે ડુમ્મસ પોલીસ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય૬ છે કે કીર્તિ અવાર નવાર વિવાદમાં સંડોવાય છે.
કીર્તિ પટેલ ગોવાથી ફ્લાઈટમાં સુરત આવી રહી હતી. આ દરમિયાન કીર્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી તેનો એરહોસ્ટેસ સાથે ઝગડો થયો હતો. આ દરમિયાન કીર્તિએ બેફામ ગાળો પણ આપી હતી જેથી ઝગડો વધ્યો હતો. ત્યારે કીર્તિએ એરહોસ્ટેઝ પર હુમલો કરતા એરહોસ્ટેસને સામાન્ય ઇજા થઇ હતી.
એરહોસ્ટેસ દ્વારા આ ઘટના બાદ રાજીનામુ આપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ ડુમ્મસ પોલીસે કીર્તિ સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ PSI સી કે રાઠોડ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. ચોક્કસ માહિતી સામે આવ્યા બાદ આગળ પગલાં લેવામાં આવશે.
કીર્તિ પટેલ વિરુદ્ધ અમદાવાદમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ગત ગુરુવારે કીર્તિ પટેલે અમદાવાદની એક યુવતીને લોખંડની પાઇપથી માથામાં ફટકા માર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. ત્યારે ભોગ બનનાર યુવતીએ કીર્તિ અને તેના બે સાથીદારો વિરુદ્ધ અમદાવાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કીર્તિ પટેલ સોશિયલ મીડીયામાં બેફામ ગાળો બોલવાને લઈને કેટલીક વાર ચર્ચામાં હોય છે. આ ઉપરાંત કીર્તિ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં જેલ પણ જઈ ચુકી છે. અગાઉ કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘુવડ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનમાં આવતું સંરક્ષણ વન્ય જીવ છે. તેથી આ વિડીયો બનાવવાના ગુનામાં કીર્તિને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે કીર્તિ ફરી એકવાર વિવાદમાં આવી છે.