રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા કેટલાય દેશો રશિયાની નિંદા કરી રહ્યા છે. ત્યારે અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયા પર તમામ પ્રકારના પ્રિતિબંધો લગાવવાની જાહેરાત કરી દીધી છે. આ મામલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, રશિયા પર લગાવાયેલા ઇકોનોમિક પ્રિતિબંધોને કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના આ યુદ્ધથી ખુબ ગુસ્સે છે. ત્યારે તેમણે કહ્યું છે કે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. બાઈડને કહ્યું બીજો વિકલ્પ એ છે કે ઇન્ટરનેશનલ લો ની વિરુદ્ધ કામ કરવા પર રશિયાને દંડ ફટકારવામાં આવે. જે તાત્કાલિક અસરમાં આવવું જોઈએ.
રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને આર્મી ચીફની સંપત્તિઓને જપ્ત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. યુક્રેનના લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. જેની રશિયાની સરકારે ગંભીર અને ડિપ્લોમેટિક કિંમત ચૂકવવી પડશે.
રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ કડક શબ્દોમાં કઈ દીધું છે કે જો કોઈ દેશ દખલગીરી કરશે તો ભયંકર પરિણામ આવશે. રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે જેથી સ્થિતિ ગંભીર છે. ત્યારે રોષે ભરાયેલા બાઇડને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આંગળી ચીંધી છે.