યુક્રેનમાં ફસાયેલા 19 વર્ષીય પૂજન ઠાકરની આપવીતી, 35 કિલોમીટર પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડર પર આવ્યો અહીં કઈ ખાવાનું પણ નથી

Story

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતાં કેટલાક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. ફસાયેલા લોકોને જમવાના પણ ઠેકાણા નથી. તેઓ વિડીયો કોલ મારફતે જલ્દીથી વતન પરત આવવા માટે મદદ માંગી રહ્યા છે. ત્યારે સરકારે એડવાઈઝરી જાહેર કરી હતી કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ બોર્ડરથી પરત લાવવામાં આવશે.

ભારતીયો પોલેન્ડ બોર્ડરથી પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સરકારે એડવાઈઝરી જાહેર કરી તે મુજબ ભારતીયો બોર્ડર આવા માટે નીકળી પડયા છે. યુક્રેનમા ફસાયેલા પૂજન ઠાકરે પોતાની પરિસ્થિતિ જણાવતા કહ્યું છે કે કોઈ મદદ કરવા માટે નથી આવ્યું. તે જણાવે છે કે બોર્ડર સુધી પહોચવા માટે 35 કિલોમીટર પગપાળા ચાલીને આવવું પડે છે.

ભારતનો 19 વર્ષીય પૂજન મદદ માટે તરફડી રહ્યો છે. તે જણાવે છે કે હું કાલે સાંજે ચાર વાગ્યનો બોર્ડર આવવા માટે નીકળી પડયો છુ. કડકડતી ઠંડીમાં પગપાળા 35 કિલોમીટર ચાલીને આવ્યો છું. હું બોર્ડરથી ત્રણ કિલોમીટર દૂર છું. મારા કેટલાક મિત્રોએ બોર્ડર પાર કરી દીધી છે. પરંતુ પોલેન્ડની બોર્ડર પર ભારતીય એમ્બેસીનું કોઈ મદદ કરવા માટે નથી.

પૂજન જણાવે છે કે બોર્ડર પાર કરવા માટે અહીં લાંબી લાઈન લાગી છે. હું પણ લાઈનમાં ઉભો છું. ભારતીય એમ્બેસીનો જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો તેના પર અમે કોલ કરી રહ્યા છીએ. પરંતુ કોઈ કોલ ઉઠાવતું નથી. અમે ભૂખ્યા તડપીએ છીએ. ખાવા પીવા માટે પૈસા આપી રહ્યા છીએ છતાંપણ કઈ ખાવાનું મળતું નથી.

ચાલી ચાલીને થાકી ગયા છીએ પરંતુ બેસવા મળતું નથી. પૈસા આપવા છતાં પણ કોઈ બેસવા દેતું નથી. અમે કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર કોઈ ફોન ઉપાડતું નથી કે નથી કોઈ મદદ માટે આવ્યું. અમે લોકો જલ્દીથી ભારત પરત આવવા મદદ માટે વિનંતી કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.