યુક્રેનની સૌથી સુંદર મહિલાએ ઉપાડ્યા હથિયારો, પુરુષો બાદ હવે યુક્રેનની મહિલાઓ પણ મેદાને

World

યુક્રેનની સૌથી સુંદર મહિલા અને ભૂતપૂર્વ મિસ ગ્રાન્ડ યુક્રેને તેની હાઈ હિલ્સ છોડીને કોમ્બેટ બૂટ પહેરી લીધાં છે. આ મહિલા રશિયન યુદ્ધ સામે પોતાના દેશની રક્ષા માટે યુક્રેનની સેનામાં જોડાઈ છે. એનાસ્તાસિયા લેના 2015 માં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનની પ્રતિનિધિ હતી. લેનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેણે તેના ઘરની સુરક્ષા માટે શસ્ત્રો ઉપાડ્યા છે.

શનિવારે સશસ્ત્ર સૈનિકો સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કરતા લેનાએ લખ્યું હતું કે, જે પણ કબજો કરવાના ઇરાદાથી યુક્રેન સરહદની અંદર પ્રવેશ કરશે તેને મારી નાખવામાં આવશે. એક પોસ્ટમાં તેમણે રમૂજી સ્વરમાં કહ્યું જે રીતે યુક્રેનની સેના લડી રહી છે. નાટોએ યુક્રેનમાં જોડાવા માટે અરજી કરવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર લેનાના 75 હજાર ફોલોઅર્સ છે. તેમણે સૈનિકો સાથે ચાલતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીનો ફોટો પણ શેર કર્યો હતો અને તેમને સાચા અને મજબૂત નેતા ગણાવ્યા.

ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી મોડેલે ઇન્સ્ટાગ્રામ પર ઘણી સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે યુક્રેનિયન દળો માટે સમર્થન અને આર્થિક મદદની માંગી કરી છે. પોતાની તસવીરોમાં લેના મિલેટ્રી યુનિફોર્મમાં એરક્રાફ્ટ ગન સાથે જોવા મળી રહી છે. તેની પ્રોફાઈલ મુજબ તે અગાઉ તુર્કીમાં મોડલ અને પબ્લિક રિલેશન્સ મેનેજર તરીકે કાર્યરત હતી. તેમનું અત્યાર સુધીનું જીવન યુદ્ધની હિંસાથી દૂર રહ્યું છે. લેના પાંચ ભાષાઓ બોલવામાં સક્ષમ છે અને અનુવાદક તરીકે પણ કામ કરી ચૂકી છે.

આ પહેલા યુક્રેનની એક મહિલા સાંસદે પણ બંદૂક સાથે પોતાની તસવીર શેર કરી હતી. આ મહિલા સાંસદ પણ સેનામાં સામેલ થઈ ગઈ છે અને દેશની રક્ષા માટે ફ્રન્ટલાઈન પર લડી રહી છે. એમેઝોનની એક કંપનીના ભૂતપૂર્વ સીઓઓ અને વોઇસ પાર્ટીના સાંસદ કેઇરા રુડિકે કહ્યું હતું કે મેં કલાશ્નિકોવ ચલાવવાનું શીખી લીધું છે અને હવે હું શસ્ત્રો ઉપાડવાની તૈયારી કરી રહી છું. કેરાએ લખ્યું કે આપણી મહિલાઓ પણ તેમ જ પોતાની ધરતીની રક્ષા કરશે જેમ પુરુષ કરે છે.

Leave a Reply

Your email address will not be published.