રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલાના આદેશ આપ્યા બાદ રશિયન દળોએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધની વિરુદ્ધ વિશ્વભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ખુદ રશિયાના લોકો પણ તેની વિરુદ્ધ છે.
રશિયનો સોશિયલ મીડિયા પર નો વોર એટલે કે યુદ્ધ નહિ એવા હેશટેગ દ્વારા વિરોધ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધર્મપુત્રી સિનિયા સબચક અને કેટલાક મુખ્ય રશિયન સેલિબ્રિટીઓએ યુક્રેન પર પોતાના દેશ દ્વારા કરાયેલા આક્ર્મણ બાબતે સાર્વજનિક રૂપે આક્રોશ વ્યક્ત કર્યો છે.
જોકે સિનિયાએ એ વાતને નકારી કાઢી હતી કે તે પુતિનની ધર્મપુત્રી છે. પરંતુ તેમણે એ સ્વીકાર્યું હતું કે પુતિન તેમના બાપ્તિસ્મામાં હાજર હતા. સામાન્ય લોકોની સાથે ઘણી રશિયન સેલિબ્રિટીઓએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર હેશટેગ નો વોર સાથે બ્લેક સ્ક્વેર શેર કર્યા છે. જેમાં સોશિયલાઈટ અને ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સેનિયા સબચક પણ સામેલ છે.
રશિયા યુક્રેન જંગને લઈને સિનિયાએ સોશિયલ મીડિયા પર કહ્યુ કે યુદ્ધ શરૂ થઇ ગયું છે આ શબદો સાથે આજે અમે જગ્યા છીએ. આ આપણી જમીન પર નથી. પરંતુ આપણા લોકોની સાથે છે. આપણે રશિયનોએ આવનારા કેટલાય વર્ષો સુઘી આજના પરિણામનો સામનો કરવો પડશે.
બીજી તરફ 32 વર્ષીય ફૂટબોલર ફ્યોડોર સમોલોવ પ્રથમ એવા રશિયન ખેલાડી છે જેમણે યુક્રેન સામેના રશિયાના હુમલા પર નિંદા કરી છે. આંતરરાષ્ટ્રીય ખરલડી તરીકે ઓળખાતા ફ્યોડોર સમોલોવ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નો વોર હેશટેગ સાથે એક બ્લેક સ્કવેર મૂક્યું છે અને વિરોધ કર્યો છે.