વડોદરાના રોનીક ભટ્ટની યુક્રેનમા દયનીય સ્થિતિ, દીકરાને યુક્રેનમાં ખાવાનું ન મળતા પરિવાર પણ ભૂખ્યો રહે છે

Story

યુક્રેનમાં યુદ્ધની પરિસથિતિ ઊભી થતાં કેટલાક ભારતીયો ફસાયા છે. જેમાં ગુજરાતના વડોદરાનો એક વિદ્યાર્થી યુક્રેન બોર્ડર પર ફસાયો છે. જે તેના માતા પિતાને વિડીયો કોલ મારફતે ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવી રહ્યો છે. તેણે જણાવ્યું છે કે હવે યુક્રેનમાં રહીને જમવાના પણ ફફા પડી રહ્યા છે. ત્યારે દીકરાની આવી પરિસ્થિતિ વિશે સાંભળીને માતા ખૂબ રડી રહી છે.

ગુજરાતના વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા જતીનભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર રોનિક છેલ્લા બે વર્ષથી યુક્રેનમાં રહીને અભ્યાસ કરે છે. તેઓ જણાવે છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ છેડતા કેટલાક લોકો યુક્રેનમાં ફસાયા છે. જેમાં મારો દીકરો રોનીક પણ છે. તે પોલેન્ડ બોર્ડરથી ભારત આવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ એક્ઝિટ સ્ટેમ્પ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.

જતીન ભટ્ટે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પોતાના વતન પરત આવવા માટે તેમને ખૂબ જ ઠંડીમાં મોટી લાઈનમાં એક્સિટ સ્ટેમ્પ માટે ઉભુ રેવું પડે છે. મારી સરકારને વિનંતી છે કે વિદ્યાર્થીઓને જલ્દીથી પરત લાવવા માટે પ્રયાસ કરે. યુક્રેન પોલેન્ડ બોર્ડર પર વિદ્યાર્થીઓની ખૂબ ગંભીર સ્થિતિ છે.

જતીન ભટ્ટ જણાવે છે કે મારો દીકરો રોનિક ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. તેને જમવાનું પણ નથી મળતું. ખાવા પીવાની ચીજો હવે ખુટવા લાગી છે. દીકરો ભૂખ્યો હોય તો પરિવાર પણ કઈ રીતે જમી શકે. અમને પણ જમવાનું નથી ચાલતું. રોનીકના મમ્મીની રડી રડીને હાલત ખરાબ છે. મારી ભારત સરકારને વિનંતી છે કે વિદ્યાર્થીઓને તેમના વતન પરત લાવવા માટે પ્રયાસ કરે.

Leave a Reply

Your email address will not be published.