રશિયા યુક્રેન વચ્ચે તડામાર યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે કેટલાક નિર્ધોષ લોકોને પણ ઘા સહન કરવાનો વારો આવ્યો છે. યુક્રેન અભ્યાસ કરવા ગયેલા ભારતીયો યુદ્ધ છેડાતાં ફસાઈ ગયા છે. તે પોતાન વતન પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રોમાનિયા પોલૅન્સ બોર્ડર પર પોલીસે ભારતીયોને દંડાથી મારીમારીને હાલત ખરાબ કરી નાખી છે.
પંજાબના એક વિદ્યાર્થી વિડીયો શેર કર્યો છે જેમાં પોલીસ દ્વારા લાઠીઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે. વિરોધ કરવા બદલ ભારતીયોને ખુબ માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પોલીસ કર્મચારીઓ બેગ લઈને જઈ રહેલા વિદ્યાર્થીઓને દંડાથી માર મારી રહ્યા હોય તેવું દેખાય છે.
ભારતના વિદ્યાર્થીઓ આ વિડીયો મોકલીને પોતાની પરિસ્થિતિ જણાવી રહ્યા છે. છત્તીસગઢના જાંજગીર જિલ્લાના એક વિદ્યાર્થીએ પોલીસ દ્વારા કરવામાં આવતા અત્યાચારનો એક વિડીયો પોતાના પિતાને મોકલ્યો છે. તે જણાવે છે કે અહીં સ્થિતિ ખુબ ખરાબ છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. એક જગ્યા પર તો હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓએ પોતાની પરિસ્થિતિ જણાવતા કહ્યું કે ભારતીય યુવકો પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવ્યા છે. જે લોકો ફરિયાદ કરતા હતા તેમના મોં બંધ કરી દેતા હતા. રાત્રે 12 વાગે જે ગાર્ડ ત્યા ઉપસ્થિત હતા તેમણે બોર્ડના ચેકિંગ પોઇન્ટ ઉપર વિદ્યાર્થીઓ સાથે હંટર ગેમ રમવાનું કહ્યું. વિદ્યાર્થીઓએ કહ્યું અમને ખબર નથી કે આ ગેમ શું હોય છે.
ત્યા ગયા બાદ જોયું તો તેઓ રોડ પર ગન લઈ ઉભા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે તમારે આ ગેમ રમવાની છે. જે આ ગેમ રમશે તેને જ વિઝા મળશે. આ દરમિયાન ત્યા જે પણ ભારતીય લોકો હતા તેમને લાતોથી ખૂબ જ માર મારવામાં આવ્યો. આ દરમિયાન સામે છોકરો છે કે છોકરી તેનો તેમને કોઈ જ ફર્ક પડતો ન હતો.
ઓડિયો જાહેર કરનારા સુમી સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થી ગુરલીન કૌરે શનિવારે વીડિયો કોલ કરી આ ઘટના અંગે જાણકારી હતી. કપૂરથલાના ગામ હૈબતપુરની ગુરલીને કહ્યું હતું કે અમે હોસ્ટેલમાં બંકરમાં છૂપાઈને જીવ બચાવ્યો. 26 ફેબ્રુઆરી એટલે કે શનિવારે તેઓ વતન પરત ફરવાનું હતું. પણ તમામ ફ્લાઈટ રદ્દ થઈ હોવાથી ત્યા ફસાઈ ગઈ. ભારતીયોની ખૂબ ગંભીર હાલત છે.