લોકડાઉનને કારણ લોકોના વેપાર ધંધા બંધ થતા મોટો ફટકો લાગ્યો હતો. ત્યારે હવે લોકો નોકરી ધંધામાં સેટ થઇ રહ્યા છે. આ દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકોને મુશ્કેલી પડી રહી હતી. આ વચ્ચે હવે જીવન જરૂરી દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમુલ દૂધના ભાવમાં આઠ મહિનામાં બીજીવાર વધારો થયો છે.
મોંઘવારી સતત વધી રહી છે ત્યારે જીવન જરૂરી વસ્તુના ભાવમાં વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટો ફટકો લાગે છે. અમુલ દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ જુલાઈ માસમાં અમુલ દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયા વધારવામાં આવ્યા હતા.
શિવરાત્રી પહેલા જ દૂધના ભાવમાં વધારો થતા ભક્તોને શિવજીને અભિષેક કરવો મોંઘો પડશે. અમુલ નક્કી કરાયેલ ભાવ વધારો આવતીકાલથી જ લાગુ થશે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધના ભાવમાં વાર્ષિક 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પશુપાલકો માટે પણ એક ખુશીના સમાચાર છે.
અમુલ દૂધના ભાવમાં વધારો કરવાની સાથે સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પશુપાલકો માટે પણ એક મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. પશુપાલકને ચુકવવામાં આવતા પ્રતિ કિલો ફેટ દીઠ 35 થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતા 5 ટકા વધારે છે.