રશિયા યુક્રેનના યુદ્ધમા ગુજરાતમા પાનના ગલ્લા વાળા હેરાન થઈ ગયા, દુકાન બહાર લગાવ્યા અનોખા બેનર

Gujarat

રશિયાએ યુક્રેન પર જંગ છેડતા ભયંકર સ્થિતિ ઉભી થઇ છે. સંચારમાં અને સોશિયલ મીડિયા પર રશિયા યુક્રેન યુદ્ધની જ વાતો ચાલી રહી છે. લોકો યુક્રેનમાં દર મિનિટે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તત્પર છે. લોકો ઘરમાં અને બહાર કોઈપણ જગ્યાએ રશિયા યુક્રેન યુદ્ધની જ ચર્ચાઓ કરી રહ્યા છે.

યુક્રેનમાં ભયંકર યુદ્ધ સર્જતાં લોકો પાનના ગલ્લે જઈને પણ આ બાબતે જ ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે સુરતના કિમ પૂર્વમાં આવેલી એક દુકાનના માલિકે લોકોની વાતોથી કંટાળીને દુકાનની બહાર એક બોર્ડ લગાવી દીધું છે. શૈલેષ સાટીયા નામના યુવક કિમ પૂર્વમાં પાનની દુકાન ચલાવે છે.

દુકાનદાર જણાવે છે કે લોકો અહીં આવીને દિવસભર યુદ્ધની વાતો જ કર્યા કરે છે. તેઓ કહે છે કે ઘરમાં જેમનું ચાલતું નથી તેવા લોકો અહીં આવીને રશિયા અને યુક્રેને શું કરવું જોઈએ તે બાબતે ચર્ચાઓ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ કેટલીક વાર તો લોકો અહીં યુદ્ધની ચર્ચા કરતા એકબીજા સાથે લાડવા પણ લાગે છે.

દુકાનદાર જણાવે છે કે વહેલી સવારે દુકાન ખોલું ત્યારથી લઈને મોડી રાત્રે દુકાન બંધ થાય ત્યાં સુધી માત્ર યુદ્ધની જ વાતો સાંભળ્યા કરું છું. લોકો કેટલીકવાર તો ઝઘડવા પણ લાગે છે. આખો દિવસ લોકોની રશિયા યુક્રેન યુદ્ધની વાતો સાંભળીને કંટાળી ગયેલા શૈલેષ ભાઈએ તેમની દુકાનની બહાર એક બોર્ડ લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે અહીં કાઉન્ટર પાસે ઉભા રહીને કોઈએ યુદ્ધની વાતો કરવી નહીં.

Leave a Reply

Your email address will not be published.