સૌરાષ્ટ્રના આ દિગ્ગ્જ પાટીદાર અગ્રણીએ કરી આત્મહત્યા, સુસાઇટ નોટમાં થયો મોટો ખુલાસો

Gujarat

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના જાણીતા આગેવાને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર પંથકની જાણીતી UV ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા તેમણે મીડિયાને એક નોટ મોકલી હતી અને કહ્યું હતું કે મને અને મારા પરિવારને પ્રેસ પર પૂરો વિશ્વાસ છે. મીડિયા અમને ન્યાય અપાવજો.

મહેન્દ્ર ફળદુએ પોતાના આ પગલાં પાછળ ઓઝોન ગ્રુપને જવાબદાર ઠેરવ્યું છે. નોટમાં તેમણે લખ્યું છે કે તેઓ મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. આ માટે તેમણે અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના કેટલાક લોકો પર આક્ષેપ લગાવ્યા છે. તેમણે નોટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મને હેરાન કરવામાં આવ્યો હતો અને ધમકી પણ આપવામાં આવી હતી. જેથી મેં આવું પગલું ભર્યું છે.

મહેન્દ્ર ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન હતા. તેમણે પોતાની ઓફિસ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતાં સૌરાષ્ટ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. તેમના આ પગલાને કારણે સમગ્ર સિટીમાં શોકનો માહોલ છવાયો છે. મહેન્દ્ર ફળદુ સામાજિક રીતે ખૂબ જ સક્રિય હતાં.

મહેન્દ્ર પટેલની સુસાઇડ નોટમાં તેમની જમીનના પૈસા અટવાયા હોવાની વિગત સામે આવી છે. તેમણે અમદાવાદ જિલ્લાની બાળવા તાલુકાની ધ તસ્કની સિટી પ્રોજેક્ટમાં એક લાખ વાર જગ્યા ખરીદીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ જમીનના મામલે વિવાદ ઊભા થયા હતા. જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આવું પગલું ભરવા પાછળ તેમને અમદાવાદ ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ સહિતના ઘણા બધા બિલ્ડરોને જવાબદાર ઠેરવ્યા છે.

રાજકોટમાં રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં મહેન્દ્ર પટેલની ઓફીસ છે. જેમાં તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની વિગત સામે આવી છે. ઘટનાની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડી ગયા હતા. તેમની પ્રેસનોટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મહેન્દ્ર પટેલે પ્રેસનોટમાં એવું પણ લખ્યું છે કે મને મીડિયા પર પૂરો વિશ્વાસ છે. મીડિયા અમને ન્યાય અપાવશે.

Leave a Reply

Your email address will not be published.