રશિયા યુક્રેન વચ્ચે તડામાર યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના કેટલાક શહેરો બાળીને રાખ થઇ જવા છતાં રશિયા વાળા થંભવાનું નામ નથી લેતા. ત્યારે રશિયા દ્વારા કરાયેલા હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. કર્ણાટકનો રહેવાસી નવીન અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. ત્યારે ગઈ કાલે રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 21 વર્ષીય નવીનનું મોત થયું છે.
નવીનનો તેના પિતા અને દાદા સાથે કરેલી વાતચીતનો અંતિમ વિડીયો વાયરલ થયો છે. જેમાં નવીનના દાદા અને પિતા તેને જલ્દીથી નીકળી જવા માટે કહે છે. નવીન જણાવે છે કે અહીંથી 20 જેટલા મારા સિનિયર્સ નીકળી ગયા છે. નવીનના દાદાએ કહ્યું કે ત્યાંથી બસ કે ટ્રેન મળે તેમ હોય તો ત્યાંથી પચાસેક કિલોમીટર દૂર નીકળી જા એટલે અહીં આવવાની વ્યવસ્થા થઇ જશે.
#UkraineRussiaWar: Last video of Naveen talking to his family members. He lost his life in Ukraine today. pic.twitter.com/1fIEjjw9Ed
— Neha Singh (@NehaSingh1912) March 1, 2022
નવીને દાદાને કહ્યું કે હવે ટ્રેન ચાલુ થઇ ગઈ છે એટલે હું ટૂંક સમયમાં ઘરે આવી જશે. નવીનના દાદાએ કહ્યું કે બેટા બરાબર તપાસ કરીને ત્યાંથી નીકળજે. કોઈની પાસેથી જાણકારી મેળવીને પછી જ બહાર નીકળજે અને યુદ્ધ સમયે બહાર જતો નહીં. ત્યારે નવીને કહ્યું હા દાદા હું ટૂંક સમયમાં જ ઘરે આવું છું.
નવીનના પરિવારના લોકો નવીનની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એમને ક્યાં ખબર હતી કે દીકરીના મૃત્યુના સમાચાર સામે આવશે. કર્ણાટક સરકારે એ વાતની પુષ્ટિ કરી છે કે નવીન જમવાનો સમાન લેવા માટે ઘરની બહાર ગયો હતો. આ દરમિયાન રશિયા દ્વારા કરવામાં આવેલા હવાઈ એટેકમાં નવીનનું મૃત્યુ થયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખારકીવના સેન્ટ્રલ ક્વાયરની એક પ્રશાસનિક ઇમારત પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નવીનનું મોત થયું છે. જયારે નવીનના મિત્રોએ જણાવ્યું છે કે નવીન ગવર્મેન્ટ હાઉસ પાસે ખાવાની ચીજવસ્તુ લેવા માટે ગયો હતો. આ દરમિયાન રશિયાના સૈનિકોના ગોળીબારના ઝપેટમાં આવતા નવીનનું મોત થયું.