રોમાનિયાની મહિલાએ ગુજરાતી છોકરા સાથે લગ્ન કર્યા, કહ્યું પ્રેમ માટે કોઈ દેશ કે ભાષા નથી જોવાતી હૃદયને જે ગમે તે જોઇએ જ..

Story

કહેવાય છે કે જોડીઓ ઉપરથી જ બનીને આવે છે. બધા પોતાના જીવનસાથી નક્કી કરીને જ આવ્યા હોય છે. યોગ્ય સમયે દરેકને પોતાનું પાત્ર મળી જાય છે. ત્યારે અમે તમને એક એવા ગુજરાતી યુવકની પ્રેમની કહાની જણાવીશું જેને સાત સમંદર પાર પ્રેમ થયો. યુવકની અનોખી પ્રેમકહાની જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

ગુજરાતના અમદાવાદના મ્યુઝિશિયન અર્પણ મહિડાએ થોડા સમય પેહલા મુંબઈ પુણે હાઈવેનો એક વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કયો હતો. તેમનો આ વિડીયો ખુબ વાયરલ થયો હતો. બસ ત્યારથી જ તેમની પ્રેમ કહાની શરૂ થઇ. યુરોપિયન છોકરી આ વિડીયો જોઈને તેમના પ્રેમમાં પડી ગઈ.

અર્પણ મહિડાએ જણાવ્યું કે હું મારા પરિવાર સાથે તામહીની ઘાટ ફરવા ગયો હતો. આ દરમિયાન મુંબઈ પુણે હાઈવેનો ચાલુ વરસાદનો વિડીયો બનાવ્યો હતો. જે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને તે ખુબ વાયરલ થયો હતો. કેટલાક લોકોએ વીડીયોમાં કૉમેન્ટ્સ પણ કરી હતી. જેમાં એક રિસ્પોન્સ રોમાનિયાની મહિલાનો હતો.

અર્પણે જણાવ્યું કે પહેલા અમારી સામાન્ય વાત થતી હતી. તેણે મને પૂછ્યું કે આ કઈ જગ્યાનો વિડીયો છે. કારણ કે વીડિયોમાં પ્રકૃતિની ખુબ સુંદરતા દેખાઈ રહી હતી. ત્યારબાદ મેં મહિલાને લોકેશન સેન્ડ કર્યું. શરૂઆતમાં અમે બે ત્રણ અઠવાડિયે વાત કરતા હતા. ત્યારબાદ એકવાર મારે યુરોપ જવાનું હતું. જેથી મેં મહિલાને કહ્યું કે હું યુરોપ આવીશ ત્યારે આપણે મળીશું. ત્યારે મહિલાએ હું સ્ટ્રેન્જર્સને મળતી નથી એમ કહીને વાત નકારી કાઢી હતી.

અર્પણે કહ્યું કે અમે એક વર્ષ સુધી ફ્રેન્ડશીપમાં રહ્યા અને ક્યારેક ક્યારેક વાત કરતા હતા. ત્યારબાદ અમે મળવાનું નક્કી કર્યું. લોકડાઉન હોવાથી અમે દુબઇ મળવાનું નક્કી કર્યું હતું. તે સમયે દુબઇ ખુલ્લું હતું જેથી અમે મળી શકીએ. અર્પણે કહ્યું અમે એકબીજાને મળ્યા ત્યારે અમને એકબીજા પ્રત્યેનો પ્રેમ ફીલ થયો.

અર્પણે કહ્યું જ્યારે હું દુબઇ જય રહ્યો હતો ત્યારે મારા માતા પિતાને પણ ખબર હતી કે હું રોમેનિયન છોકરીને મળવા જય રહ્યો છું. આ દરમિયાન તેમનો પોઝિટિવ રિસ્પોન્સ હતો. મને પણ ખબર નહોતી કે આ સ્ટોરીનો આવી રીતે અંત આવશે. પરંતુ મારા માતા પિતા મારા નિર્ણયથી ખુશ હતા.

અર્પણે જણાવ્યું કે ધીમે ધીમે અમે બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અર્પણ કહે છે એ લોકો પણ આપણી જેમ ઘણું કલ્ચર ફોલો કરે છે અને ભાષાની વાત કરું તો હું ઇંગ્લિશ જાણું છું અને મિહેલા પણ ઇંગ્લિશ જાણે છે. મેં બન્ને ઇંગ્લીશમાં વાત કરતા હતા. અમે બન્નેએ રોમાનિયાના ચર્ચમા લગ્ન કર્યા. આ દરમિયાન મારા પિતા પણ યુરોપ સાથે આવ્યા હતા.

આ અંગે વાત કરતા મહિલા કહે છે કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું કોઈ ભારતીય છોકરાને મળીશ. જયારે અર્પણને પહેલીવાર મળી ત્યારે ત્યારે હું ભૂલી ગઈ હતી કે તે કયા દેશનો છે. મેં મારા દિલની વાત માની અને અર્પણ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કારણ કે હૃદયને જે ગમે જાય તે જોઈએ જ છે.

મહિલા જણાવે છે કે મેં અમારા રિલેશન વિશે જયારે ઘરે વાત કરી ત્યારે મારા મમ્મીએ કહ્યું કે આ થોડું અઘરું છે પણ અશક્ય નથી. ત્યારબાદ મેં અર્પણ સાથે લગ્ન કર્યા. મને ભરતની વાનગી, સંસ્કૃતિ અને લોકો ખુબ ગમે છે. હું ભારત વિશે મને શું શું ગમે છે તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.