સુરતમાં હીરા વેપારીને ઘરે મોડી રાત્રે ચોરી, હીરા અને રોકડ સહિત 15 લાખની ચોરી કરી ચોર ફરાર

Gujarat

સુરતના મોટા વરાછાના રિવર વ્યુ રોડ પર આવેલી પંચકુટી સોસાયટીમાં રહેતા અમરેલી જિલ્લાના હીરા વેપારીના ઘરે ચોરી થઈ છે. હીરા વેપારીએ જણાવ્યું હતું કે તેઓ એક મહિના પહેલા જ આ સોસાયટીમાં રહેવા આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે ચોર કોઈ અંગત વ્યક્તિ પણ હોઈ શકે છે. જે તેમના આવવા જવાના સમયથી વાકેફ હોય.

સુરતના હાઇપ્રોફાઈલ વિસ્તાર તરીકે જાણીતા મોટા વરાછામાં સોમવારે મોડી રાત્રે ચોરી થઈ છે. મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હીરા વેપારીના ઘરને નિશાન બનાવ્યું. ચોર મકાનના ત્રીજા માળે બારીમાંથી બેડરૂમમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ રૂમની અંદર પડેલી બેગમાંથી 15 લાખના કાચા હીરા સહિત રોકડ રકમ અને લેપટોપ ચોરીને નાસી ગયા હતા.

હીરા વેપારીના જણાવ્યા અનુસાર ચોરી કરનાર તેના કોઈ અંગત વ્યક્તિ કે કોઈ કર્મચારી પણ હોઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર ઘરમાંથી 15 લાખના કાચા હીરા સહિત રોકડ રકમની પણ ચોરી થઈ છે. તેમણે જણાવ્યું છે કે બે અજાણ્યા શખ્સ ચોરી કરીને નાસી ગયા. તેમણે બેગમાં રહેલ પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ્સ બારીમાંથી બહાર ફેંકી દીધા હતા.

હીરા વેપારીના જણાવ્યા અનુસાર તેમની સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને શખ્સો કેદ થઈ ગયા છે. ચોર રોકડ રકમ અને હીરા લઈને નાસી છૂટયા હતા. ચોરી થયાની જાણ થયા બાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.