રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેન MBBS નો અભ્યાસ કરવા ગયેલા કેટલાક ભારતીયો ફસાયા છે. તેઓ પોતાના વતન પરત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન લોકો એવું કહી રહ્યા છે કે માં બાપ છોકરાઓને વિદેશ ભણવા માટે શા માટે મોકલતા હોય છે.
એક અહેવાલ અનુસાર ગુજરાતમાં MBBS નો અભ્યાસ કરવો ખુબ જ મોંઘો છે. જયારે વિદેશમાં ઓછા ખર્ચે બાળકને ડોક્ટર બનાવી શકાય છે. ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઊંચું મેરીટ લાવવું જરૂરી છે. સરકારી કોલેજમાં વિદ્યાર્થી 25 હાજર રૂપિયા વાર્ષિક ફી માં અભ્યાસ કરી શકે છે.
જયારે ખાનગી કોલેજમાં એક વર્ષની 20 લાખ ફી ભરવી પડે છે. એટલે પાંચ વર્ષની કુલ મળીને 1 કરોડ ફી ભરવી પડે છે. જેની તુલનામાં યુક્રેન જેવા દેશોમાં રહેવાના ખર્ચ સહીત માત્ર 22 લાખ રૂપિયામાં MBBS નો અભ્યાસ કરી શકાય છે. જેથી માતા પિતા પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલે છે.
બીજી તરફ ગુજરાતમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 5 હજાર જેટલી સીટ ઉપલબ્ધ છે. જયારે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 15 હજાર કરતા પણ વધારે છે. આ કારણથી પણ વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા મજબુર બને છે. ગુજરાતમાંથી 2 હજાર અને સમગ્ર ભારતમાંથી 20 હાજર જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ અભ્યાસ માટે જાય છે.
આ બાબતે વાત કરતા રાષ્ટ્રીય ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના વાઇસ પ્રોફેસર વિજય પોપટે જણાવ્યું છે દેશમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ઊંચું મેરીટ જોઈએ છે અને વધારે ફી ભરવી પડે છે. જયારે વિદેશમાં ઓછા ખર્ચે MBBS નો અભ્યાસ થઇ શકે છે. જેથી વિદ્યાર્થીઓ ના છૂટકે વિદેશ જવાનું પસંદ કરે છે. અહીંયા એક વર્ષની ફી માં વિદેશમાં પાંચ વર્ષનો અભ્યાસ પૂરો થઇ જાય છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જુદા જુદા દેશમાં જાય છે.