મિત્ર પાસેથી ઉછીના પુસ્તકો લઈને કરી UPSC ની તૈયારી, અખબાર વેચીને આ યુવાન બન્યો આઈએએસ અધિકારી

Story

UPSC પરીક્ષા વિશ્વની સૌથી અઘરી પરીક્ષામાંથી એક માનવામાં આવે છે. ત્યારે આ પરીક્ષામાં ઉતીર્ણ થવું દરેકનું સપનું હોય છે. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. જેથી પરીક્ષા પાસ કરવી ખુબ જ કઠિન છે. ત્યારે આ કઠિન પરીક્ષા પાસ કરનાર અધિકારીઓની કહાની સાંભળવાની સૌ કોઈની ઈચ્છા હોય છે.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ ખુબ ઓછા અભ્યર્થીઓ તેમાં સફળ થાય છે. આજે અમે તમને એવા જ એક અધિકારી વિશે જણાવીશું જેણે ખુબ મહેનત અને લગનથી આ કઠિન પરીક્ષાની તૈયારી કરી અને તેમાં સફળ થયા. તો આવો જાણીએ બહાદુર અધિકારીની સફળતાની કહાની..

આઈએએસ નિરીશ રાજપૂત વિશે ઘણા લોકો જાણતા હશે. તેઓ મધ્યપ્રદેશના વતની છે. તેમણે આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને આ કઠિન પરીક્ષા પાસ કરી છે. આઈએએસ નિરીશ ખુબજ બહાદુર ઓફિસર છે. નિરીશ રાજપૂતની સફળતાની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે.

આઈએએસ નિરીશ રાજપૂત એક સમયે અખબારો વેચતા હતા. તેમના જીવનમાં ઘણી મુશ્કેલ ક્ષણો જોવા મળી છે. તેના પિતા દરજી હતા અને નીરીશ પાસે તેની ફી ભરવા માટે પણ પૈસા ન હતા. નિરીશ ઘરે ઘરે અખબાર વહેંચીને તેની ફી માટે પૈસા એકઠા કરતા હતા. તેમણે ખુબ કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો છે.

નિરીશે B.Sc અને M.Sc બંનેમાં ટોપ કર્યું. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં હોવા છતાં તેણે UPSC પરીક્ષાની તૈયારી કરી અને સફળ થઈને IAS અધિકારી બન્યા. નિરીશ રાજપૂત ઘરની આર્થિક સ્થિતિ સાથે યુદ્ધ લડી રહયા હતા ત્યારે તેના એક ખાસ મિત્રએ છેતરપિંડી કરીને તેની મુશ્કેલીઓ પણ વધારી દીધી હતી.

નિરીશના મિત્રએ UPSC કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલી હતી. નિરીશ તેમાં વિદ્યાર્થીઓને ભણાવતો હતો. પરંતુ 2 વર્ષની મહેનત પછી જ્યારે સંસ્થા સારી રીતે ચાલવા લાગી ત્યારે તે મિત્રએ નિરીશને ત્યાંથી કાઢી મૂક્યો. આ છેતરપિંડી બાદ નિરીશ બીજા મિત્રની મદદથી દિલ્હી ગયો હતો.

દિલ્હી જઈને તેમણે UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્ર પાસેથી પુસ્તકો ઉછીના લીધા હતા અને પરીક્ષાની તૈયારી હતી. ખરેખર નિરીશ પાસે કોચિંગમાં જોડાવા માટે પૈસા પણ નહોતા. જો કે પોતાની મહેનતના આધારે 370મો રેન્ક હાંસલ કરીને નિરીશ IAS ઓફિસર બન્યા. આજે તેઓ યુપીએસસીની પરીક્ષા કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.

Leave a Reply

Your email address will not be published.