મનજીભાઈ ધોળકીયાની સૌરાષ્ટ્રના નાનકડા ગામડાથી 12000 કરોડ રૂપિયા સુધીની સફર, મનજી રૂડાની ઇમાનદારીને સલામ કરશો

Story

મીડિયા અને સમાચારના માધ્યમથી જાણવા મળે છે કે આજકાલ લોકો બેંકમાથી લોન લઈને નાસી જાઈ છે. ત્યારે આજના જમાનામાં બધી લોન ચૂકવી દે એવા પ્રમાણિક લોકો મળવા ખુબ મુશ્કેલ છે. આજના આવા સમયે સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારના એક દીકરાએ પોતાની બધીજ જ લોન ચૂકવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

આવી જ એક ખબર હાલ સુરતથી સામે આવી છે. આમ જોઈએ તો આ વાત સુરતના ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકીયાની છે. મનજીભાઈ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી ગામના વતની છે. તેઓ ગામડેથી સુરત કોઈ કામની શોધમાં 1976 માં આવ્યા હતા. ત્યારે તેમણે હીરા સાફ કરીને પોતાના નવા કામની શરૂઆત કરી હતી.

સતત કામ કરવાની લગની અને પોતાની પ્રમાણિકતાને કારણે માત્ર સાત વર્ષની અંદર મનજીભાઈએ પોતાની એક નાની કંપની “ભવાની જેમ્સ” ની શરૂઆત કરી દીધી. પોતાની પ્રમાણિકતા અને નૈતિકતાને કારણે તેમનો બિઝનેસ સુરતથી મુંબઈ સુધી અને મુંબઈથી તેને વિદેશના બીજા કેટલાક દેશો સુધી પહોંચાડયો હતો.

પોતાની કામ કરવાની ધગશને કારણે તેમણે બિઝનેસનુ ટર્નઓવર પહેલા જ વર્ષમા 28 કરોડ સુધી પહોંચાડયું હતું. આવી ભવ્ય સફળતા બાદ તેમણે પોતાની નવી બ્રાંચ મુંબઈમાં શરૂ કરવાનો વિચાર કર્યો હતો. તેના માટે તેમણે બેંક પાસેથી લોન લીધી હતી અને આ નવો બિઝનેસ શરૂ કર્યો હતો.

ત્યારબાદ મનજીભાઈ ધોળકીયા સફળતાની એક પછી એક એમ સીડી ચઢતા ગયા. પોતાના ધંધાને વિદેશ સુધી પહોંચાડવા માટે તેમણે બેંક પાસેથી 500 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ત્યારે તેઓ પોતાની લોનની રકમ નિયમિત રીતે ચૂકવતાં હતા. પરંતુ બેંક અને પેઢીના ઉઠી જવાના સમાચાર પણ મળતા હતા.

મનજીભાઈ અતિ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતા. તેથી તેમના મનમાં ભયની લાગણી જાગી. મનજીભાઈને થયું કે હું આ લોન ચૂકતી નઈ કરું તો મારું મન અશાંત થશે. માટે તેમણે નિશ્ચય કર્યો કે “ભલે ધંધા ઘટાડવા પડે કે પછી પોતાની મિલકત વેચવી પડે હું આ લોન પૂર્ણ કરીશ.”

મહત્વની વાત એ છે કે તેમને આ બિઝનેસ 28 કરોડથી 12000 કરોડ સુધી પહોંચાડતા 60 વર્ષ લાગ્યા. પરંતુ તેમના હ્દયમાથી ઈમાનદારીની લાગણી નીકળી નહીં. તેમણે લીધેલી લોનમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 500 કરોડની લોન પણ શામેલ હતી. જે બધી જ તેમણે ચૂકતી કરી હતી.

મનજીભાઈ ધોળકીયાનુ હુલામણું નામ “મનજી રૂડા” છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના લાઠીના રહેવાસી છે. તેમની કંપનીએ સૌથી નાનો હીરો બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. વધુમાં કહિયે તો તેઓ કેટલીક સંસ્થા પણ ચલાવે છે. તેમની સંસ્થા દ્વારા ગામડામાં ઊંચી ગુણવત્તા વાળું ભણતર મળી રહે છે. સૌરાષ્ટ્રના મનજી રૂડાને સૌ કોઈ ઓળખે છે.

Leave a Reply

Your email address will not be published.