સુરત ગ્રીષ્મા હત્યાકાંડ બાદ આ વ્યક્તિ દીકરીઓને મફતમાં આપશે કટાર, કહ્યુ દીકરીઓએ બચાવ માટે મહાકાળીનુ રૂપ ધારણ કરવુ પડશે

Gujarat

સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. યુવકે પરિવારની સામેજ ગ્રીષ્માની કરપીણ હત્યા કરી નાખી હતી.
આ સમાચાર સાંભળીને સમગ્ ગુજરાતનું હૈયું કંપી ઉઠ્યું હતું. આ ઘટનાની તપાસ પોલીસે ઝડપથી હાથ ધરી છે.

આ ઘટના બાદ સુરતસીટી પોલીસે સમગ્ર સુરતમાં શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીનઓને સ્વરક્ષાની તાલીમ આપવાની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે આ વાતમાં વધુ એક વ્યક્તિ દીકરીના બચાવ માટે સામે આવી રહ્યા છે. જો આવા નરાધમ યુવક સામે દીકરીઓએ સ્વાબચાવ માટે મહાકાળીનું સ્વરૂપ ધારણ કરવું પડશે.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દિનેશ અનઘણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓ કહે છે કે બહેનોના સ્વરક્ષણ માટે તેઓ આજથી બધી બહેનોને કટારનું દાન કરશે. જેથી જે ઘટના સુરતમાં બની એવી ઘટના બીજા કોઈ સ્થાન પર બને નહી. પોતાના બચાવ માટે દીકરીઓ જાતે લડશે.

તેમની આ પોસ્ટ વાંચીને અનેક લોકોના મનમાં કેટલાક સવાલો ઊભા થયા છે. તેમની આ પોસ્ટને લઈને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ પોસ્ટને લઈને દિનેશભાઇએ ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જો દીકરી પાસે કાંઈક હથિયાર હોય તો તે પોતાનું રક્ષણ કરી શકે છે.

દિનેશભાઈએ કહ્યું હતું કે ગ્રિષ્મા વેકરિયાની હત્યા થઈ હતી તેમાં જો ગ્રિષ્મા પાસે પણ એક હથિયાર હોત તો આ ઘટના ન બની હોત. તેમની આ પોસ્ટ વાઈરલ થયાં પછી સુરત ક્રાઈમ બ્રાંચે દિનેશભાઇને બોલાવ્યા હતા અને તેની સાથે આ પોસ્ટ ડીલીટ કરવાની વાત પણ કરી હતી. પરંતુ દિનેશભાઇએ આ વાતને નકારી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published.