યુદ્ધમા ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ સી આર પાટીલને હાથ જોડ્યા, અમારા બાળકો પાસે પૈસા પુરા થઈ ગયા છે તેમને ભારત પાછા લાવો

World

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેની અસર અન્ય દેશો પર પણ પડી રહી છે. આ પરિસ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે. ત્યારે બેલારુસમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. જેને વતન પરત લાવવા માટે તેમના વાલીઓ મંત્રીને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે.

રાજકોટ એરપોર્ટ પર આજે સી આર પાટીલનું આગમન થયું હતું. ત્યારે બેલારુસમાં ફસયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બકલોને વતન લાવવા માત્ર વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ત્યાં બાળકો ATM માંથી પૈસા પણ નથી ઉપાડી શકતા. જેથી તેમને જીવવું મુશ્કેલ થઇ ગયું છે. તમે એમને જલ્દીથી વતન લાવો એવી અપીલ છે.

સી આર પાટીલને વાલીઓએ કહ્યું કે યુક્રેન, રશિયા અને પૉલેન્ડ જેવા યુદ્ધમાં શામેલ દેશોની જમીની સરહદ લાગુ પડે છે. બેલારુસ અત્યારે ટાર્ગેટ દેશ ગણાય છે કે જેના ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિને લઈને હાલ ત્યાં ATMમાંથી ડોલર પણ ઉપાડી શકતા નથી. જેથી બધા વિધાર્થી આર્થિક મૂશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વાલીઓએ કહ્યું કે અત્યારે પ્રાઇવેટ એર ટ્રાવેલ્સ વાળા પમ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટ 25000 હોય છે. જયારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા એક લાખ કરતા પણ વધારે વસૂલી રહ્યા છે. બેલારુસમાં વિદ્યાર્થીઓની ખરાબ સ્થિતિ છે. તેથી ઓપરેશન ગંગામાં બેલારુસનો પણ સમાવેશ કરીને બાળકોને વતન પાછા લાવવા માટે અપીલ છે.

આ અંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશ ગંગા ચાલી રહ્યું છે. જે રીતે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા મને વિશ્વાસ છે કે આ તમામ છાત્રો ટૂંક સમયમાં સહી સલામત રીતે પરત પહોંચી જશે. બેલારુસનાં વાલીઓએ કરેલી રજૂઆત અંગે પણ ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી તેમણે આપી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા જોરશોરથી ચાલી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા વતન પરત લાવવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ કેટલાક ભારતીયો ત્યાં ફસાયા છે. આ વચ્ચે રશિયા દ્વારા રહેણાંક વિસ્તારોમાં પણ હુમલા થવાની જાણ થતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. તેઓ બાળકોને વહેલી તને પરત લાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.