સાદગીભર્યું જીવન જીવતા આ વ્યક્તિ દરેક નાના માણસની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે, કરોડોની સંપત્તિ હોવા છતાંપણ સાયકલ ચલાવવામાં નાનપ નથી અનુભવતા. આપણે અત્યારે વાત કરીએ છીએ ગોવિંદભાઈ ધાળકીયાની. જેઓ કરોડોની સંપત્તિ હોવા છતાં પોતાની સાદગી માટે જાણીતા છે. આપણે હમેશાં એવું જ જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા અને પાવર આવતા તેઓને અભિમાન આવી જતું હોય છે. આજના સમયમાં ખુબ ઓછા લોકો એવા હોય છે જેમણે પોતાના સંસ્કાર જાળવી રાખ્યા હોય છે.
એક એવા વ્યક્તિ જેમણે પોતાના સંસ્કારો તથા ઘરની રીતને જાળવી રાખ્યા હોય તેવા વ્યક્તિ એટલે કાઠિયાવાડના ખમીરવંતા દયાળુ અને સુરતના ઊદ્યોગપતિમાં નામ બનાવી ચૂકેલા એવા ગોવિંદભાઈ ધાળકીયા. જેઓ દરેક નાના માણસની ચિંતા કરી તેમને દરેક રીતે મદદ કરતા જોવા મળે છે.
ગોવિંદભાઈ ધાળકીયા પોતાની સાદગી માટે જાણીતા છે. ત્યારે તેમનો એક એવો જ નવો કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદભાઈ ધાળકીયા પોતાના ગામમાં ગયા હતા ત્યાર તેઓ પોતાની મોંઘી ગાડી છોડીને સાયકલ પર સવારી કરતા જોવા મળ્યા હતા. તેઓ સાયકલની સવારી કરીને પોતાના ગામની ગલીઓમાં ફરતા દેખાયા.
ગોવિંદભાઈ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે. ગોવિંદભાઈ રોલ્સરોયઝમાં સુરતથી પોતાના દુધાળા ગામની મુલાકાતે ગયા હતા. જોકે તેમણે ગામમાં આવ્યા બાદ કરોડોની રોલ્સરોયઝ છોડીને સાઈકલ પકડી હતી. સાયકલની સવારી કરીને તેમણે બાળપણની યાદો તાજી કરી હતી. કરોડોની સંપત્તિ ધરાવતા ગોવિંદભાઇ સાયકલ ચલાવવામાં નાનપ નથી અનુભવતા.
ગોવિંદભાઈએ પોતાના ગામના લોકો માટે કેટલાય સારા કામો કર્યા હતા. હાલ ગોવિંદભાઈ પોતાના ખર્ચે આખા ગામના બધા જ ઘર પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી રહ્યા છે. જેથી લોકોનો વીજળી માટે થતો ખરચો બચી જાય. દુધાળા ભારતનું પ્રથમ એવું ગામ બનશે કે જયાં આખું ગામ આવનારા દિવસોમાં સોલાર પાવર પ્લાન્ટથી વીજળીનો ઉપયોગ કરશે.
ગોવિંદભાઈ ગામના લગભગ 300 જેટલા ઘરો પર 2 કરોડના ખર્ચે સોલાર પાવર પ્લાન્ટ લગાવી રહ્યા છે. ગોવિંદભાઈની તબિયત ખરાબ હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેઓ દુધાળા ગામમાં ગયા ન હતા. લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી જ્યારે હાલ તેઓ ગામ ગયા હતા. પોતાની તબિયત સારી થયા પછી હાલ જ્યારે એ ગામ ગયા ત્યારે તેમને ગામના દરેક લોકોને 5000 રૂપિયાથી લઈને જરૂરિયાત ધરાવતા લોકોને સહાય કરવાનું નક્કી કર્યું હતું.
ગોવિંદભાઈને લીવરની બીમારી હોવાથી તેમને ડોનર મળતા સુરત ની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. હાલ તબિયત સારી હોવાથી તેઓ પોતાના ગામ ગયા હતા. ઓપરેશન સફળ થવાથી તેઓએ સુરતની કિરણ હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અને હોસ્પિટલના 1500 કર્મચારીઓને બે હજાર જેટલા રૂપિયાનું દાન કર્યું હતું.
સામાજિક કાર્ય હોય કે પછી કોઈ પણ ધાર્મિક હોય ગોવિંદભાઈ દાન આપવામાં હમેશાં આગળ હોય છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિના નિર્માણ માટે તેમણે 11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આમ ગોવિંદભાઈ હમેશાં તેમના સંસ્કાર અને લાગણીશીલ સ્વાભાવને કારણે બધા જ લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂક્યા છે.
માત્ર 13 વર્ષની કુમળી વયે ગામ છોડીને સુરત આવ્યા હતા ત્યારે તેઓએ પોતાના કામની શરૂઆત હીરા ઘસવાના કામથી કરી હતી. થોડા જ સમયમાં તેમણે પોતાની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટની શરૂઆત કરી હતી. હાલ તેઓ 6000 કર્મચારીઓનો સ્ટાફ ધરાવે છે. તેઓ ગોવિંદકાકા તરીકે પણ ઓળખાય છે.
ગોવિંદભાઈ માત્ર 7 ચોપડી ભણ્યા હતા. હાલ તેમણે એસ આર કે કંપની ઉભી કરી છે. તેઓ પોતાના હરીફને પણ સાચી સલાહ આપે છે તથા તેને આગળ વધવાના રસ્તા બતાવે છે. ગોવિંદભાઈ હમેશાં કહે છે કે જેટલું માન બીજાને આપશો તેના કરતાં બમણું ભગવાન તમને આપશે. ગોવિંદભાઈની વાતો સાંભળવી લોકોને ખુબ ગમે છે.