મુંબઈમાં રહેતા ગુજરાતી પરિવારની અનોખી પહેલ, 52 વર્ષની વિધવા માતાના દીકરા અને વહુએ ધામધૂમથી કરાવ્યા લગ્ન

Story

કહેવાય છે કે પ્રેમ તો ગમે તે ઉમરમાં થઈ શકે છે અને જો એ સાચો હોય તો મળી પણ જાય છે. એવા જ એક સમાચાર હાલ સામે આવ્યા છે. 52 વર્ષની વયે એક વિધવા મહિલાને પ્રેમ થયો. આ વાતની તેના દીકરાને જાણ થઇ અને દિકરાને લાગ્યું કે માતા એકલું અનુભવે છે ત્યારે દીકરા અને વહુ એ મળીને માતાના લગ્ન કરાવ્યા.

મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારના દીકરાએ આ કામ કરી બતાવતા ચારે બાજુ તેની વાહ વાહ થવા માંડી. 52 વર્ષની માતા ના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઈરલ થઇ રહી છે. બધા તેને ખૂબ અભિનંદન પણ આપી રહ્યા છે. આ વાત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

દુબઈમાં રહેતા જીમીત ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને પોતાની માતાના વખાણ કર્યા હતા. તેમાં તેણે કહ્યું હતું કે 2013 માં તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેની માતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું હતું. ત્યારબાદ હમણાં કોરોના પણ થયો હતો. છતાં માતાએ હિંમત હારી નહીં.

કેન્સર અને કોરોના બંને બીમારીમાથી સાજા થઈને કામિની ગાંધીએ પોતાના માટે જીવન સાથીની પસંદગી કરી હતી. 52 વર્ષીય કામિની ગાંધી છેલ્લા કેટલાક વર્ષથી એકલતાથી પીડાતી હતી. સાથે સાથે તેને કેટલાક રોગ પણ હતા. એ બધા માથી બહાર નીકળીને તેમણે પોતાના જાણીતા પારિવારિક મિત્ર સાથે પ્રેમ થયો.

શરૂઆતમાં સમાજના ડરથી કામિનીએ કોઈને આ અંગે જાણ કરી ન હતી. પછી ડરતા ડરતા પોતાના દીકરાની વહુને આ અંગે વાત કરી. ત્યારબાદ દીકરાને આ વાતની જાણ થઈ. મહત્વની વાત તો એ છે કે તેમના પરિવાર જનોએ વિરોધ ન કરતાં કામિની ગાંધીને સાથ આપ્યો હતો. 14 ફેબ્રુઆરીએ તેમના લગ્ન મુંબઈમાં કરાવ્યા.

મીડિયા સાથેની વાતચીતમાં જીમિતે કહ્યું હતું કે મારી મમ્મીએ કિરીટ પંડયા સાથે લગ્ન કર્યાં છે. તેમણે કહ્યું કિરીટ પંડયા અમારા ફેમીલી ફ્રેન્ડ છે. એ વ્યક્તિ ખૂબ પ્રેમાળ છે અને એમનો નિઃસ્વાર્થ પ્રેમ મારા મમ્મીને ખુશ રાખે છે. મારા મનમાં પણ તેમના માટે પુષ્કળ આદર અને સન્માન છે. જીમિતની આ પોસ્ટ વાંચી લોકોએ દીકરાના ખૂબ વખાણ કર્યા અને સાથે તેની માતાને લગ્ન જીવનના અભિનંદન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.