બસ હવે આટલા જ સમયમાં આવી શકે છે ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો, આજે ફરી ફેનીલને કોર્ટમાં હાજર કરાયો

Gujarat

સુરતમાં ગ્રીષ્મા વેકરયાની હત્યાએ આખા ગુજરાતને હચમચાવી દીધી હતું. જ્યારે ગ્રીષ્મની હત્યાનો વિડીયો લોકોની સામે આવ્યો ત્યારે કરપીણ હત્યા જોઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હજુ પણ ગ્રીષ્માની હત્યાની કિકિયારીઓ લોકોના કાનમાં ગુંજી રહી છે. ત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે અને ફેનિલને કડકમાં કડક સજા થાય.

લોકો ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જેથી અન્ય કોઈ દીકરી આવી રીતે ભોગ ના બને. ત્યારે હત્યારા ફેનિલને કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવો પ્રયાસ સુરત પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોલિસ હત્યારાને જલ્દીથી સજા થાય એ માટે પ્રયાસ કરી રહી છે.

ફેનિલને વહેલી તકે સજા થાય એ માટે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં 58 જેટલા સાક્ષીઓને કોર્ટમાં તપાસવામાં આવ્યા છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર અને આ ઘટનાને પોતાની નજર સામે જોનારા લોકોની જુબાની લેવામાં આવી હતી. ઉપરાંત મોબાઇલમાં જેણે વીડિયો ઉતાર્યો તે તેની પણ જુબાની લેવામાં આવી છે.

સરકારી વકીલની સાથે સાથે બચાવ પક્ષના વકીલ દ્વારા પણ જોરદાર દલીલ કરવામાં આવી રહી છે. બચાવ પક્ષના વકીલ દ્વારા એવી અરજી કરવામાં આવી હતી કે ફેનિલ માનસિક રીતે બીમાર છે. જો કે તેની આ અરજીને હાઇકોર્ટ દ્વારા નકારવામાં આવી છે. મુખ્ય જીલ્લા ન્યાયાધિશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચાલી રહેલ કેસમાં 7 કલાક સાક્ષીઓની જુબાની ચાલી રહી છે. જેમાં કુલ 58 જેટલાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યા કેસમાં કુલ 190 વિટનેસ છે. ઘટનાસ્થળના સાક્ષી મામલતારની પણ જુબાની લેવાઇ હતી. આ કેસમાં હવે એક અઠવાડિયામાં ચૂકાદો આવે તેવો સરકારી વકીલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે બચાવ પક્ષના વકીલને એવું પૂછવામાં આવ્યુ હતુ કે તમે તમારા ક્લાયન્ટને બચાવવાને પૂરતો પ્રયાસ કરશો તો આના જવાબમાં વકીલ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે તે તેમના ક્લાયન્ટ એટલે કે ફેનિલ ગોયાણીને બચાવવા માટે 100% પ્રયાસ કરશે.

બચાવ પક્ષના વકીલ દ્વારા સરકારી વકીલ તેમનો સાથ સહકાર આપી રહ્યા છે તે બાબતે પણ તેમણે વાત કરી હતી. તેમણે વીડિયો બાબતે એવું પણ જણાવ્યુ હતુ કે વીડિયો, ઓડિયો ક્લિપ અને સીસીટીવી ફુટેજ એ ઇલેકટ્રોનિક એવિડન્સનો એક ભાગ છે. તે સરળતાથી ટેમ્પર થઇ શકે છે અને કોઇના ધડ ઉપર કોઇનું માથુ ટેક્નોલોજી દ્વારા જોઇન્ટ કરી શકાય છે. જો કે આ તમામ બાબતે તપાસ ચાલુ છે. આવતા અઠવાડિયે ચુકાદો આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.