સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર, રશિયા યુક્રેન યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે જંગી વધારો

India

રશિયા અને યુક્રેન વચ્ચેના ભયંકર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વને અસર થશે. ભારતની વાત કરીએ તો યુદ્ધને કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવવાની શક્યતા છે. ત્યારે બીજી તરફ પેટ્રોલના ભાવ પણ વધી શકે છે. આ યુદ્ધની અસર દુનિયાના દરેક દેશ પર કોઈને કોઈ સ્વરૂપે જોવા મળશે. લોકોને મોંઘવારીનો માર પડશે.

યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. એટલે કે ખાદ્યતેલ, ક્રૂડ ઓઈલ, જેમ્સ-જ્વેલરી અને ખાતરનો ઓર્ડર આપવા માટે વધુ રકમ ચૂકવવી પડશે. હાલમાં ભારત રશિયા પાસેથી આ તમામ ઉત્પાદનો સસ્તામાં લે છે. પરંતુ યુદ્ધની સ્થિતિ સર્જાતા ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ શકે છે.

રશિયા યુક્રેનની લડાઈની ભારતીય અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે ભારત આયાત પર ખૂબ નિર્ભર છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત માટે ચિંતાનું કારણ છે. કારણ કે જો ઓઈલ કંપનીઓ વર્તમાન ભાવમાં સુધારો કરવાનું નક્કી કરે તો તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાનો ઉછાળો આવી શકે છે.

ન્યુઝ એજન્સીના વિશ્લેષણ મુજબ ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ વધારો થશે. ભારત 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ઑઇલના ભાવ પ્રતિ બૅરલ 68 થી 70 ડૉલર કરતા વધશે તો તે આપણા અર્થતંત્ર પર માઠી અસર કરશે. ઈંધણના ઊંચા ખર્ચની કાસ્કેડિંગ અસર ફુગાવાના વલણને ઉત્તેજિત કરશે. ભારતનું મુખ્ય ફુગાવાનું માપક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે રિટેલ ફુગાવાને પ્રતિબિંબિત કરે છે તે પહેલાથી જ રિઝર્વ બેંકની લક્ષ્ય શ્રેણીને વટાવી ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published.