રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શું કરી રહી છે પુતિનની ગર્લફ્રેન્ડ, જાણો એ યુવતી વિષે જેની સાથે ચાલી રહ્યું છે પુતિનનું ચક્કર

World

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવી સ્થિતિમાં આજકાલ વિશ્વમાં માત્ર બે લોકોની જ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને બીજા નંબરે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી. જો કે આમાં પુતિન વિશ્વ નેતા તરીકે સૌથી વધુ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં લોકો તેમના વિશેની દરેક વસ્તુ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. લોકો તેની પ્રોપર્ટીથી લઈને ફેમિલી, પર્સનલ લાઈફ અને ગર્લફ્રેન્ડ્સ વિશે જાણવા માંગે છે. તો કોણ છે પુતિનની ગર્લફ્રેન્ડ અને તે યુદ્ધ વચ્ચે આજકાલ શું કરી રહી છે, આવો જાણીએ.

રાષ્ટ્રપતિ પુતિનને વૈભવી જીવન, મોંઘા શોખ વગેરે અન્ય રાષ્ટ્રાધ્યક્ષોથી અલગ બનાવે છે. જો કે પુતિન પોતાની પર્સનલ લાઈફને મહદઅંશે ગુપ્ત રાખે છે, પરંતુ મીડિયામાં તેમના ફોટા આવતા રહે છે. પુતિનના પ્રથમ લગ્ન 1983માં ફ્લાઇટ એટેન્ડન્ટ લ્યુડમિલા શાક્રેબેનેવા સાથે થયા હતા. તે સમયે 30 વર્ષીય પુતિન કેજીબી એજન્ટ હતા. તે સમયે લ્યુડમિલાની ઉંમર 25 વર્ષની હતી. જો કે 2014માં પુતિન અને લ્યૂડમિલાએ ડિવોર્સ લીધા હતા.

આ સાથે જ બ્રિટિશ મીડિયાએ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ વિશે અનેક અહેવાલો પ્રકાશિત કર્યા છે. છેલ્લા એક દાયકાથી તેનું નામ 38 વર્ષીય જિમ્નાસ્ટ એલિના કબાયેવા સાથે જોડાયું છે. તે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂકી છે. કહેવાય છે કે એલિના રાષ્ટ્રપતિ પુતિનના જોડિયા બાળકોની માતા છે.

પુતિનનું નામ 2008માં પહેલીવાર એલેના સાથે જોડાયું હતું. પોતાની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ એલેનાને રશિયાની ફર્સ્ટ લેડી તરીકે વર્ણવવામાં આવી હતી. જો કે તેમણે જાહેરમાં આ વાતનો ઇનકાર કર્યો હતો. આમ છતાં બંનેના સંબંધોની અફવાઓનો અંત આવ્યો નહોતો. એવું કહેવામાં આવતું હતું કે બંનેની સગાઈ થઈ હતી અને પછી લગ્ન કરી લીધા હતા.

2016માં એલિના જાહેરમાં રિંગ પહેરેલી જોવા મળી હતી. આનાથી અફવાઓ વધુ મજબૂત બની હતી. વર્ષ 2017માં એલિના ગર્ભવતી હોવાની ચર્ચાઓ ચાલી હતી. ત્યારે તે જિમ્નેસ્ટિક્સ કોમ્પિટિશનમાં લૂઝ ફિટિંગ ડ્રેસમાં જોવા મળી હતી. એવું કહેવામાં આવતું હતું કે તેણે બેબી બમ્પ છુપાવવા માટે તે ડ્રેસ પહેર્યો હતો.

એલિના કાબાયેવા એક રશિયન રાજકારણી, મીડિયા મેનેજર અને નિવૃત્ત રિધમિક જિમ્નાસ્ટ છે. એલિનાનો જન્મ 12 મે, 1983ના રોજ સોવિયેત સંઘના ભાગ એવા ઉઝબેકિસ્તાનમાં થયો હતો. એલિનાના પિતા મરાટ કાબએવા એક પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી હતા. 2000માં સીડનીમાં યોજાયેલી એથેન્સ ગેમ્સમાં એલિનાએ રિધમિક જિમ્નાસ્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 2004ની એથેન્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એલિનાએ તેની કારકિર્દીમાં 2 ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા છે. સ્પોર્ટ્સમાંથી નિવૃત્તિ બાદ એલિનાએ રાજકારણમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ યુનાઇટેડ રશિયા પાર્ટી તરફથી સંસદસભ્ય બન્યાં હતાં. ત્યારબાદ તેમને રશિયાની સૌથી મોટી મીડિયા કંપની નેશનલ મીડિયા ગ્રુપના ચેરપર્સન બનાવવામાં આવ્યા હતા. જો કે છેલ્લા બે વર્ષથી તે કોઇ જાહેર કાર્યક્રમમાં પણ દેખાઇ નથી અને ક્યાંય સ્પોટ પણ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published.