અમદાવાદની જાણીતી તમાકુ કંપની બાગબાન ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા, સો કરોડ કરતા વધુ રકમના બિનહિસાબી વ્યવહારો પકડાયા

Gujarat

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપના ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 100થી વધુ અધિકારીઓનો કાફલો જુદાજુદા 31 સ્થળોએ પહોચ્યો છે. વહેલી સવારથી મોટા પાયે તપાસ કામગીરી કરવામાં આવી રહી છે.

સર્ચ ઓપરેશનમાં શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલાં અલગ અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરાઈ હતી. એમાં 20 જેટલાં લોકર સીલ કરીને 1 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી. આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 50 જેટલા ઓફિસર જોડાયેલા હતા.

કંપનીના માલિક ભાગીદારોની ઓફિસ અને રહેઠાણ સહિત 31 સ્થળે સવારથી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત, વડોદરાથી પણ અધિકારીઓના કાફલાને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. આવકવેરાની આ દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાની કરચોરી તથા બિનહિસાબી નાણાકીય વ્યવહારો તથા મિલકતોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાગવાન ગ્રુપ જર્દા ઉત્પાદન ઉપરાંત કન્સ્ટ્રક્શન, પેકેજિંગ તથા એફએમસીજીના વ્યવસાયમાં પણ સામેલ છે. તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં, રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું છે, જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે. સૂત્રોના જાણાવ્યા પ્રમાણે, બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે 1 કરોડની રોકડ અને 1 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.