સુરતના પાસોદરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલે 21 વર્ષીય યુવતી ગ્રીષ્માનું જાહેરમાં ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ત્યારે લોકો હત્યારા ફેનિલને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરી રહ્યા છે. પોલિસ પણ આરોપી ફેનિલને કડક સજા થાય તે માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે હાલ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.
હત્યારા ફેનિલને મંગળવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલુ કાર્યવાહી દરમિયાન ફેનિલ કોર્ટમાં ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દોઢ કલાક તેની સારવાર ચાલી હતી. આ દરમિયાન પોલીસનો કાફલો પણ ત્યાં મોજૂદ હતો. જો કે સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે ફેનિલની તબિયત નોર્મલ છે. માત્ર અશક્તિને કારણે ફેનિલ કોર્ટમાં ઢળી પડ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે પહેલા પણ એવું સામે આવ્યું હતું કે ફેનિલ મેન્ટલી અનસાઉન્ડ છે. પરંતુ આ બાબતે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગના ડોક્ટર કમલેશ દવેએ જણાવ્યું હતું કે ફેનિલને મારા વિભાગમાં દાખલ કરવાની બિલકુલ જરૂર નથી.
સુરતના પસોદરા વિસ્તારમાં માસૂમ યુવતીનું ગળું કાપીને કરપીણ હત્યા કરનાર આરોપી ફેનીલનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેથી મંગળવારે લાજપોર જેલમાંથી હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલ ચાલુ કાર્યવાહી દરમિયાન કોર્ટમાં ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે ડોક્ટરોએ કહ્યું કે ફેનિલ માત્ર અશક્તિને કારણે બેભાન થયો હતો.
મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં સાત સાત કલાક સુધી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. જેમાં ઘટના સ્થળે સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં કુલ 190 વિટનેસ છે. ત્યારે આ બાબતે વકીલ નયન સુખડાવાલાએ જણાવ્યું હતું કે, મહિના કે સવા મહિનામાં સમગ્ર મેટર પૂરી થવાની સંભાવના છે.