અમદાવાદમાં દારૂ પીયને બિભત્સ વર્તન કરતા યુવકને પોલીસે પકડયો, યુવકની બહેને પોલીસને ખુલ્લેઆમ ધમકી આપી

Gujarat

અમદાવાદના બાપુનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક મહિલા આવીને દાદાગીરી બતાવતા કહ્યું કે મારા ભાઈને કેમ પકડયો? તમે મારા ભાઈને પકડયો છે તો હવે હું પણ જોઉં છું કે તમે નોકરી કઈ રીતે કરો છો એ. આ મહિલા એ પીએસઆઇનો કોલર પકડયો અને પીએસઆઇને મારવા લાગી.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પુરુષ પર પ્રોહીબિશનના ગુનો દાખલ કર્યો અને જેલ હવાલે કર્યો હતો. ત્યાર બાદ તેની બહેને પોલીસ સ્ટેશનમાં આવીને પીએસઆઇનો કોલર પકડયો. તે પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓન પણ ધમકાવવા લાગી હતી. ત્યારે તે મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા એ એન પટેલ સાહેબે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે જણાવતા પોલીસે કહ્યું હતું કે તે અને તેમના સ્ટાફના માણસો પણ પોલીસ સ્ટેશનમાં હજાર હતા. આ દરમિયાન સમગ્ર ઘટના બની હતી.

વધુમાં જણાવતા કહ્યું હતું કે હું તથા સ્ટાફના માણસો હજાર હતા ત્યારે સાંજના 5 વાગ્યા નજીક બે મહિલા પોલીસ સ્ટેશનમાં અચાનક આવી ચડી. તે આવીને કહેવા લાગી કે મારા ભાઈ વિકી કોળીને કેમ પકડયો છે. તમારી હિંમત કેવી રીતે થઇ મારા ભાઈને પકડવાની અને શું ગુનો કર્યો છે તેણે તો તમે પકડી લાવ્યા.

ત્યારે પીએસઆઇએ તે મહિલાને જણાવ્યું હતું કે વિકી કોળી સીનેરીયા બ્લોક ખાતે દારૂ પીને બિભત્સ વર્તન કરતો હતો. જેથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ પ્રોહીબિશનલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આટલું જણાવતા મહિલા ગુસ્સે થઈ હતી.

આટલું જણાવતા બંને મહિલા બૂમાબૂમ કરવા માંડી અને અન્ય સ્ટાફ અધિકારી સાથે માથાકૂટ કરવા માંડી. તેણે માથાકૂટ કરવાનીના પાડતા તે પીએસઆઇ પાસે પહોંચી હતી. તેનો કોલર પકડીને કહેવા લાગી કે તમે મારા ભાઈને ખોટો પકડયો છે. મારા ભાઈનો કોઈ વાક નથી. મહિલા પોતાના ભાઈને નિર્દોષ કહી અને પોલીસ સાથે માથકૂટ કરવા લાગી.

આટલું જ નહીં તે મહિલા છૂટા હાથે પીએસઆઈને મારવા લાગી. ઉપરાંત ધમકી આપતા કહ્યું કે તમે મારા ભાઈને ખોટો કેસ દાખલ કરીને પકડયો છે. હવે હું પણ જોઉં છું કે તમે નોકરી કઈ રીતે કરી શકો છો. ત્યારે અન્ય પોલીસ અધિકારીઓ તેને પકડીને તેનુ નામ પુછ્યું. ત્યારે તેને તેનું નામ છાયાબેન કોળી જણાવ્યું.

છાયાબેન કોળી અમરાઈવાડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અને તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે પોલીસ સ્ટેશનમાં આવીને માથાકૂટ કરી હતી. ઉપરાંત પોલીસને ધમકી આપતા અને મારામારી કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.