પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સવજીભાઈએ દીકરાને જીવન જીવવા માટેનો પાઠ ભણાવ્યો, પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાંપણ દીકરામાં સંસ્કારોનું સિંચન કરી લોકોને ઉત્તમ ઉદાહરણ આપ્યું

Story

આપણે ઘણા એવા લોકોને જોયા છે કે જેને પોતાના પૈસાનું ખૂબ અભિમાન હોય છે. પોતાની પાસે પૈસા આવતાં માણસ અહંકારી બની જાય છે. તેને એવું લાગવા માંડે છે કે આખી દુનિયામાં તે એક જ ધનવાન છે. તેનાથી ઓછા ધનવાન લોકોને તે ધૂતકારે છે. તે ગરીબ લોકોની મદદ કરવાને બદલે તેની મશ્કરી કરે છે જે સારી વાત ન કહેવાય. પરંતુ ઘણા એવા લોકો એવા પણ છે જેને પોતાના પૈસાનો સહેજ પણ ઘમંડ નથી.

આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ ધનવાન છે છતાં પણ તે પોતાનું જીવન એકદમ સરળ રીતે જીવે છે. તેને પોતાના પૈસાનું સહેજ પણ અભિમાન નથી. આ વ્યક્તિ છે સવજીભાઇ ધોળકિયા. તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સવજીભાઈને સૌ કોઈ ઓળખતા હશે.

સુરતના ડાયમંડના જાણીતા વેપારી સવજીભાઈ ચાર હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારેનો હીરાનો બિઝનેસ સંભાળે છે. સવજીભાઈ હરે ક્રિષ્ના પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ચેરમેન છે. તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ખુશ રાખે છે. તેમને અવાર નવાર મોંઘી ગાડીઓ અને ફ્લેટ જેવી કિંમતી વસ્તુઓ ભેટ આપે છે. જેના કારણે તેઓ ઘણા લોક પ્રિય છે.

જો કે આટલા ધનવાન હોવા છતાં પણ સવજીભાઈ સાવ સાદું જીવન જીવે છે. તેમની પાસે કરોડો રૂપિયા હોવા છતાંપણ તેઓ તેઓ ઘમંડ નથી કરતા. સૌ કોઈ આટલા ધનિક વ્યક્તિના બાળકોની લાઈફસ્ટાઈલ કેવી હશે તે જાણવા માટે ઉત્સુક હો છે. ત્યારે આજે અમે તમને સવજીભાઈ ધોળકિયાના દીકરા દ્રવ્ય ધોળકિયા વિશે જણાવીશું.

હાલમાં દ્રવ્ય રાજાશાહી ભર્યું જીવન જીવે છે. તેમનો અભ્યાસ વિદેશમાં થયો છે અને ત્યાંથી જ તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. સોશિયલ મીડિયા પર દેખાઈ આવે છે કે તેમના શોખ કેટલા ઊંચા અને વૈભવી છે. તેમને ઉંચી ગુણવતા અને ઉંચી બ્રાન્ડના જ કપડાં પહેરવા ગમે છે. તેઓ અવાર નવાર અનેક સ્થળો પર ફરવા જાય છે અને મોંઘી ગાડીઓનો પણ ઉપયોગ કરે છે.

અભ્યાસ પૂરો થયા પછી દ્રવ્યએ પિતા સાથે ધંધામાં જોડાવવાને બદલે બીપીઓ કંપનીમાં સોલાર બનાવવાની નોકરી કરી. પરંતુ પિતાના જણાવ્યા બાદ તેમણે આ નોકરી છોડી દીધી. એક દિવસ સવજીભાઈ પુત્રને મળવા ન્યુયોર્ક ગયા હતા અને સાથે રેસ્ટોરન્ટમાં જમવાનો નિર્ણય લીધો.

સવજીભાઈએ દ્રવ્યને ઓર્ડર આપવા કહ્યું હતું. આ દરમિયાન દ્રવ્યએ જરૂર કરતા વધુ જમવાનું મંગાવી લીધું હતું. સવજીભાઈને થયું કે પુત્રને પૈસાનું મહત્વ નથી. તેથી તેમણે એક સારા પિતા તરીકે પુત્રને જીવનનો સાચો પાઠ ભણાવવા માટે એક યુક્તિ કરી. જેથી દ્રવ્યને સાચી સમજણ આવે.

જયારે દ્રવ્ય ભારત આવ્યો ત્યારે સવજીભાઈએ તેને 7000 રૂપિયા અને ત્રણ જોડ કપડાં આપીને કોચીન મોકલ્યો અને કહ્યું કે મારા નામનો ઉપયોગ કર્યા વિના તારે નોકરી ગોતવાની છે. દર મહિને નવી નોકરી શોધવાની ઉપરાંત જયારે પણ ઘરે પરત ફરે ત્યારે આપેલા 7000 પરત લાવવાના. આવી રીતે સવજીભાઈ એ પોતાના દીકરાને જીવનનો સાચો પાઠ ભણાવ્યો. બસ આટલું સાંભળતા જ દ્રવ્યને બધું સમજાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published.