વડોદરામાં અભ્યાસ કરતી સુરતની દીકરી માટે બસ ડ્રાઈવર યમદૂત બન્યો, ફોનમા મદમસ્ત વિદ્યાર્થિનીને ટક્કર મારતા કમકમાટીભર્યું મોત

Gujarat

આજના સમયમાં ટેક્નોલોજીના ઉપગોગને કારણે લોકો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. લોકો નજીકમા જવું હોય તો પણ વાહનનો ઉપયોગ કરે છે. ત્યારે કેટલીકવાર કાળજું કંપાવી દે તેવા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના પાલ અડાજણ વિસ્તારમાં આવો જ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ત્યારે ઘટનાને નજરે જોનારા લોકો ધ્રુજી ઉઠયા છે. જેમાં બે બાઈક ચાલકનું કાર સાથે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું હતું. જયારે બીજાને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજના સમયે બે પિતરાઈ ભાઈ બાઈક લઈને ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન પાલ અન્નપુર્ણ મંદિર નજીકના વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડી આવતી કારે બાઇકને અડફેટે લેતા એકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જયારે બીજાની ગંભીર હાલત છે.

મળતી માહિતી અનુસાર 28 વર્ષીય ભાવેશ પ્રવીણભાઈ જરીવાલા અડાજણ વિસ્તારના શારદા રો હાઉસમાં રહે છે. તે પોતાના પિતરાઈ સાથે મંગળવારે સાંજે ચક્કર મારવા ગયો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાતા ભાવેશ હવામાં ફંગોળાઈ ગયો હતો. જયારે બાઈક ચાલક અક્ષય જમીન પર પછડાયો હતો.

અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જયારે અક્ષયની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારને જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઉપરાંત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાવેશના પિતા ઉધના ઝોનમાં ઓફિસર તરીકે કાર્યરત છે. જયારે માતા જિલ્લા સેવા સદનમાં જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીમાં ઓફિસર છે. ભાવેશના માતા પિતાને ઘટના અંગે જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારના એકના એક દીકરાનું મોત થતા માતા પિતા શોકમાં ડૂબી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.